જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડોક્ટરોએ આ દિશામાં એક મહત્વનું સંશોધન કર્યું છે. તેઓએ એક ખાસ બિસ્કિટ (Ayurvedic Biscuit) બનાવ્યા છે
Sanjay Vaghela, Jamnagar: વિશ્વ આખું આજે કોરોના કરતા પણ એક મોટી મહામારી સામે લડી રહ્યું છે, આ મહામારીનું નામ છે કુપોષણ (Malnutrition).આ વૈશ્વિક સમસ્યાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) કુપોષણ ને વૈશ્વિક સમસ્યા જાહેર કરી છે. ભારત જેવા દેશ જ નહીં પરંતુ વિક્ષિત દેશમાં પણ કુપોષણની સમસ્યા છે, જેની સામે યુદ્ધના ધોરણે અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તો વૈજ્ઞાનિકો પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા સંશોધન કરી રહ્યા છે. જો કે જામનગર (Jamnagar)માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન (ITRA COLLEGE) આયુર્વેદના ડોક્ટરોએ આ દિશામાં એક મહત્વનું સંશોધન કર્યું છે. તેઓએ એક ખાસ બિસ્કિટ (Ayurvedic Biscuit) બનાવ્યા છે, જે કુપોષિત બાળકોને આપવાથી તેઓનું વજન તો વધે છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો શુ છે આ રિસર્ચ આવો વિગતે જાણીએ.
ગુજરાતમાં 23 ટકા બાળકો કુપોષિત છે
જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદમાં અસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. વી કે કોરીની ટીમે આ આયુર્વેદિક બિસ્કિટ તૈયાર કર્યા છે. આ રિસર્ચ અંગે તેઓએ જણાવ્યું કે દુનિયામાં કુપોષણ એક મહામારી છે, દુનિયામાં 144 મિલિયન બાળકો કુપોષિત છે, જેમાં એશિયામાં જ 54 ટકા બાળકો કુપોષિત છે. એમાં પણ ભારતની વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ મિશન દ્વારા દર 10 વર્ષે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં 23 ટકા બાળકો કુપોષિત છે. આ સમસ્યાને દૂર કરવા માટે વર્ષોથી આયુર્વેદમાં ડોક્ટરો દ્વારા રિસર્ચ કરવામાં આવે છે. વર્ષોના રિસર્ચ બાદ ન્યુટ્રીસનથી ભરપૂર આયુર્વેદિક બિસ્કિટ બનાવવામાં આવ્યા છે.
પ્રોફેસર વી કે કોરીએ જણાવ્યું કે સામાન્ય રીતે બાળકો દવાના નામથી દૂર ભાગતા હોઈ છે, આથી અમે ન્યુટ્રીસનથી ભરપૂર બિસ્કિટ બનાવ્યા છે. આ બિસ્કિટમાં અનેક જડીબુટી મિક્સ કરી છે, જેથી બાળકોને સંપૂર્ણ જરૂરી તમામ પોષણતત્વો મળી રહે. હાલ આ બિસ્કિટ બે વર્ષથી લઈને દશ વર્ષના બાળકોને આપવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં અડધૂ બિસ્કિટ આપવામાં આવે છે, ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે ડોઝ વધારવામાં આવે છે. આ બિસ્કિટ આયુર્વેદ ડોક્ટરને પૂછી જ ને લેવાનું જણાવવામાં આવ્યું છે.
ડોક્ટર કોરીએ જણાવ્યું કે અનેક એવા બાળકો હોઈ છે જેઓને ભૂખ ઓછી લાગે છે, આથી બિસ્કિટ આપ્યા પહેલા અમે અગ્નિને દિપન કરવા માટે ઔષધી આપીએ છીએ, દીપન પાચન બાદ આ આયુર્વેદિક બિસ્કિટ આપવામાં આવે છે, આ બિસ્કિટમાં આમળાનો પાવડર, મુલેઠીનો પાવડર, અંતિમૂલા તથા લોટ સહીત અનેક જરૂરી તમામ ઔષધિ હોઈ છે. બાળકોને આ બિસ્કિટ દૂધ અને પાણી સાથે લઇ શકાય છે. આ બિસ્કિટ બાળકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે, બાળકો સામેથી જ ખાવા માટે આ આયુર્વેદિક બિસ્કિટ માંગે છે.