Home /News /jamnagar /નવજાત બાળકને ત્યજી દેનાર જનેતા સહિત ચારની અટકાયત, પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હતુ

નવજાત બાળકને ત્યજી દેનાર જનેતા સહિત ચારની અટકાયત, પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હતુ

પોલીસે માતાની કરી ધરપકડ

Jamnagar Crime News: જામનગરમાં સરકારી હોસ્પિટલના આંગણે નવજાત બાળકને ત્યજી દેનાર જનેતા સહિત ચારની પોલીસે અટકાયત કરી લીધી છે. આ મામલે પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, રિસામણે આવ્યા પછી પર પુરુષ સાથેના અનૈતિક સંબંધના કારણે મહિલાને ગર્ભ રહી ગયો હોવાથી પાપ છુપાવવા નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી 2 ફેબ્રુઆરી, 2023ના ગુરુવારે વહેલી સવારે ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. આથી બાળકને  સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બાળકને જન્મ આપનાર  માતા ઉપરાંત ત્યજી દેવામાં મદદગારી કરનાર જન્મ આપનારની માતાના ભાઈ અને બહેન વગેરેને પોલીસે શોધી કાઢ્યા છે. રિસામણે માવતરે આવ્યા પછી પ્રેમ સબંધમાં તેણી ગર્ભવતી થઈ હતી. પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ભારે ચકચાર જાગી છે.

    સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી


    જામનગરની જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ગઈકાલે વહેલી સવારે ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. આથી બાળકને તુરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો, અને તપાસ શરૂ કરી હતી. તેમજ સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતી એક મહિલા એ આ કૃત્ય આચર્યું છે. આથી પોલીસ ટુકડી ન્યુ ઇન્દિરા સોસાયટી, ખેતીવાડી સામે શેરી નંબર- 4 માં રહેતા યુવતી ના ઘરે દોડી ગઈ હતી. અને તેની પૂછપરછ કરતાં તેણીએ આ બાળકને જન્મ આપ્યો હોવાનું કબુલ્યું હતું.

    આ પણ વાંચો: સાયબર ફ્રોડથી સાવધાન! ગઠીયાઓએ અમદાવાદના જાણીતા ડોક્ટર્સના ફેસબુક એકાઉન્ટ હેક કર્યા

    પોલીસે માતા સહિત ચારની ધરપકડ કરી


    પોલીસ પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે, આ યુવતી છેલ્લા અઢી-ત્રણ વર્ષથી સાસરીયામાં ઝઘડો થતાં માવતરે આવીને રહેતી હતી. ત્યાં કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ થયો હતો. જેથી શારીરિક સબંધના કારણે તેણી ગર્ભવતી બની હતી. આ બનાવના દિવસે તેણીને દુ:ખાવો ઉપડતાં ગર્ભવતી યુવતીને તેની માતા, ભાઈ અને બહેન સાથે તેણીને રીક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ પ્રસુતિ થઈ જતાં બાળકને ત્યાં જ ત્યજી દઇને ચારેય ઘરે પરત ચાલ્યા ગયા હતા.

    આ પણ વાંચો: સેલવાસના અથાલ વિસ્તારમાં જાહેર રસ્તા ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ઓઇલ રસ્તા પર ઢોળાયું

    આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી


    સમગ્ર મામલાને ઊંડાણપૂર્વકની તપાસના અંતે સીટી બી ડિવિઝન પોલીસે બાળકને તેજી દેનાર જનેતા ઉપરાંત તેના ભાઈ બહેન અને માતા સહિત ચારેયની અટકાયત કરી લેવામાં આવી છે. સિટી ડીવીઝન પોલીસની સતર્કતા ના કારણે આખરે બાળકને ત્યજી દેનાર જનેતાને શોધવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Police, ગુજરાત

    विज्ञापन