Home /News /jamnagar /Jamnagar News: ઓપરેશન થિએટરમાં કેમેરા લગાવી ડોક્ટરોએ ત્રણ લીવર સર્જરી કરી! સગાવ્હાલાએ LIVE જોઇ

Jamnagar News: ઓપરેશન થિએટરમાં કેમેરા લગાવી ડોક્ટરોએ ત્રણ લીવર સર્જરી કરી! સગાવ્હાલાએ LIVE જોઇ

એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં ત્રણ લીવર સર્જરીનું ઓપરેશન કરાયું

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં ત્રણ લીવર સર્જરીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરાયું હતું

    Kishor chudasama, jamnagar: જામનગરની હોસ્પિટલના નિષ્ણાતોએ તબીબી ક્ષેત્રે કમાલ કરી છે. મેડિકલ સાયન્સે હરણફાળ ભરતા તબીબી જગતમાં દરરોજ અનેકવિધ સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં ત્રણ લીવર સર્જરીનું ઓપરેશન કરાયું હતું. જેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરાતા વિશ્વભરના અનેક લોકો અને તબીબી શિક્ષણ સાથે સંકળાયેલા લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા.

    ત્રણ લીવર સર્જરીના ઓપરેશનનું લાઈવ બ્રોડકાસ્ટિંગ

    જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં ત્રણ લીવર સર્જરીનું ઑપરેશન કરાયું હતું. જે અન્ય લોકો નિહાળી શકે તે માટે ઓપરેશનરૂમાં લાઈવ કેમેરા ઉપરાંત સર્જરીના જીવંત પ્રસારણ માટે ઓપરેટિંગ ટેબલની ઉપરની તરફ કેમેરા ગોઠવી સમગ્ર કાર્યવાહીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.



    સર્જરી વિભાગના ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોક્ટરની મહેનતથી ત્રણ લીવર સર્જરીનું લાઈવ બ્રોડકાસ્ટિંગ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેની મદદથી સેમિનાર હોલમાં અન્ય ફેકલ્ટી તથા રેસિડેન્ટ ડોકટરો લાઈવ સર્જરી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ ફેકલ્ટી ડોક્ટર્સ તથા રેસિડેન્ટ ડોકટરોએ લીધો હતો. આ ઉપરાંત સર્જરી યુટ્યુબ ચેનલમાં પણ હોવાથી વિશ્વમાં ગમે ત્યાં જોઈ શકાતી હોવાથી તબીબી શિક્ષણ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.

    આ પણ વાંચો,..1 મહિના સુધી બે ખજૂર ખાવાના ફાયદા: વર્ષો જૂની કબજીયાતની સમસ્યા છોડી દેશે પીછો, સાથે આ મોટી બીમારીઓમાંથી મળશે છૂટકારો



    અગાઉ જામનગરમાં હૃદયરોગનું અદ્યતન સારવાર દ્વારા લાઈવ ઓપરેશન થયું હતું

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. ગૌરવ ગાંધી દ્વારા હૃદયરોગનું અદ્યતન સારવાર દ્વારા લાઈવ ઓપરેશન કરાયું હતું. ડોક્ટર ગાંધી, બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ તથા તેમની ટીમ દ્વારા હૃદયરોગની સારવારમાં નવીનતમ ટેક્નોલોજી વિશે લાઈવ ટેલીકાસ્ટથી વૈશ્વિક સ્તરે માહિતી આપવામાં આવી હતી.જેને નિહાળી લોકોએ ઓપરેશનરૂમમાં હોવાનો અનુભવ કર્યો હતો.

    First published:

    Tags: Local 18, જામનગર, ડોક્ટર

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો