Home /News /jamnagar /Jamnagar News: 1.33 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું, 33 હજાર જેટલી બોટલોનો નાશ કર્યો
Jamnagar News: 1.33 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું, 33 હજાર જેટલી બોટલોનો નાશ કર્યો
જામનગર પોલીસે દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરી
Jamnagar News: જામનગરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલા 1.33 કરોડની કિંમતના ઈંગ્લિશ દારૂના જથ્થા પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
કિંજલ કારસરીયા, જામનગરઃ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલા 1.33 કરોડની કિંમતના ઈંગ્લિશ દારૂના જથ્થા પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શહેરના પ્રાંત અધિકારી તથા અન્ય પોલીસ અધિકારી અને નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં જામનગરની ભાગોળે નાઘેડી નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે.
ત્રણેય ડિવિઝનની સંયુક્ત કામગીરી
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થી 9547 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કે, જેની કિંમત 41.22 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડાયલો 13162 નંગ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 64.99 લાખ થાય છે. આ ઉપરાંત સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલો 13181 દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 34.54 લાખ થાય છે. આમ મળી કુલ ટોટલ 33861 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કે જેની કિંમત 1.33 કરોડ રૂપિયા થાય છે. તેનો નાશ કરવામાં આવ્યો છે.
જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી શ્રી ડી ડી શાહ, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી વરૂણ વસાવા, અને ત્રણેય પોલીસ ડિવિઝન ના પોલીસ અધિકારીઓ તથા નશાબંધી શાખાના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા. જેઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.