Home /News /jamnagar /Jamnagar Election Result 2022: રિવાબાના વિજયોત્સવમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જોડાયો, જુઓ તસવીરો

Jamnagar Election Result 2022: રિવાબાના વિજયોત્સવમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જોડાયો, જુઓ તસવીરો

લોકોનું અભિવાદન ઝીલતા રીવાબા

Rivaba Jadeja wins from Jamnagar: જામનગર 78 વિધાનસભા સીટ પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં લોકોએ વિકાસની રાજનીતિને આવકારતા રિવાબાની જબરદસ્ત જીત થઈ રહી છે.

    Kishor Chudasama, Jamnagar : જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 150 પલ્સ સીટો જીતીને રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. ત્યારે જે બેઠક પર સૌની મીટ મંડાયેલી હતી તે જામનગર 78 વિધાનસભા બેઠકમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો ધમાકેદાર વિજય થયો છે.

    જંગી લીડથી જીત થતા રિવાબા જાડેજાએ જામનગરવાસીઓનો અભાર માન્યો હતો અને વિકાસની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.



    જામનગર 78 વિધાનસભા સીટ પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જેમાં લોકોએ વિકાસની રાજનીતિને આવકારતા રિવાબાની જબરદસ્ત જીત થઈ રહી છે. યુવા નેતા રિવાબા જાડેજાને જામનગરના મતદારો પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે રિવાબાના ચૂંટણી પ્રચારમાં રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યા હતા.



    આજે ફરી વિજય બાદ રિવાબાએ હકુભા જાડેજા, આર.સી.ફળદુ સહિતના આગેવાનોને મળ્યા હતા. આ દરમિયાન વિજયોત્સવમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ જોડાયા હતા.રીવાબા જાડેજાના વિજય સરઘસમાં રીવાબા જાડેજાના પતિ અને ઇન્ડિયન ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ જોડાયા હતા.



    જામનગરમાં ભાજપની જીતથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યાં છે અને વિજય સરઘસમાં જોડાઇ રહ્યાં છે, તો બીજી બાજુ પ્રથમવાર ચૂંટણી લડી રહેલા રીવાબાના વિજય સરઘસમાં પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ વિજય સરઘરમાં જોડાયો હતો.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, જામનગર

    विज्ञापन
    विज्ञापन