Home /News /jamnagar /જામનગરમાં ક્રિકેટનો જંગ જામ્યો, 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમો વચ્ચે થશે ટક્કર

જામનગરમાં ક્રિકેટનો જંગ જામ્યો, 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમો વચ્ચે થશે ટક્કર

જામનગર શહેરના પ્રદર્શન મેદાન પર રવિવાર તા .13 થી ઓલ વોર્ડ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો શાનદાર અને ધમાકેદાર પ્રારંભ થયો છે.

Jamnagar Night cricket tournament: શહે૨ ના દરેક વોર્ડના તમામ 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમ અને શહેર ભાજપ અધ્યક્ષની ટીમ સહિત 81 ટીમો વચ્ચે આ ક્રિકેટ જંગ ખેલાશે.

  કિંજલ કારસરીયા, જામનગર: ક્રિકેટ (Cricket News)ના કાશી ગણાતા જામનગર (Jamnagar)માં રવિવારથી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ (Night cricket tournament)નો ધમાકેદાર પ્રારંભ કરાયો છે. જામનગરના વેપારી અગ્રણી લાલ પરિવારના હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ( કેદાર જીતેન્દ્ર લાલ ) ફાઉન્ડેશન દ્વારા પીસીસી ગ્રુપ ના સહયોગથી શરૂ થયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર શહેરના તમામ વોર્ડની 81 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ શરૂ થયો છે. રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ કેદાર લાલ કપ- 2022ના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી રંગારંગ આતશબાજી સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે.

  જામનગર શહેરના પ્રદર્શન મેદાન પર રવિવાર તા .13 થી ઓલ વોર્ડ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો શાનદાર અને ધમાકેદાર પ્રારંભ થયો છે. શ્રી હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ( કેદાર જીતેન્દ્ર લાલ ) ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ " કેદાર લાલ કપ –2022' ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ આયોજક બન્ને સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ તથા ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ, કેદાર (હિર) લાલ તેમજ લાલ પરિવારના ગોવિંદા ઠકરાર, દિપકભાઈ લાલ, ડો.નિતિનભાઈ લાલ ( રાજકોટ) , હિરેનભાઈ લાલ, દર્શનભાઈ લાલ, મનન લાલના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો.

  શહે૨ ના દરેક વોર્ડના તમામ 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમ અને શહેર ભાજપ અધ્યક્ષની ટીમ સહિત 81 ટીમો વચ્ચે આ ક્રિકેટ જંગ ખેલાશે.


  આ ટુર્નામેન્ટમાં વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પીસીસી ગ્રુપના બાલક્રિષ્નસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા તથા સભ્યો સંભાળી રહ્યા છે . શહે૨માં 40 દિવસ સુધી ચાલનારા આ ક્રિકેટ કાર્નીવલના પ્રારંભે ભવ્ય આતશબાજીથી આકાશમાં વિવિધ રંગોથી છવાઈ ગયું હતું .

  આ ટુર્નામેન્ટના પ્રથમ મેચનો ટોસ અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલે ઉછાળ્યો હતો . પ્રથમ મેચ વોર્ડ નં .1 ના કોર્પોરેટર સમજુબેન તેજસીભાઈ પારીયાની ખફી ઈલેવન તથા વોર્ડ નં .4 ના ભાજપ સમિતિના પ્રમુખ વિજયસિંહ ગુલતાનસિંહ ગોહિલની ગરબી ચોક ઈલેવન વચ્ચે ૨ માયો હતો. જેમાં ગરબી ચોક ઈલેવને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી .

  આ પણ વાંચો- The Kashmir Files ની સફળતાથી ગદગદ અનુપમ ખેરે શેર કર્યા લોકોના રીએક્શન, Tweet વાયરલ

  10-10 ઓવરની આ પ્રથમ મેચમાં ખફી ઈલેવને પાંચ વિકેટના ભોગે 148 ૨ન 10 ઓવરમાં કર્યા હતાં જેની સામે ગરબી ચોક ઈલેવન 10 ઓવરમાં માત્ર 73 રન કર્યા હતાં . આ રીતે ખફી ઈલેવનનો 85 રનની જંગી સરસાઈથી વિજય થયો હતો.

  શહે૨ ના દરેક વોર્ડના તમામ 4 કોર્પોરેટરોની 64 ટીમ તેમજ ભાજપના વોર્ડ સમિતિના પ્રમુખોની 16 ટીમ અને શહેર ભાજપ અધ્યક્ષની ટીમ સહિત 81 ટીમો વચ્ચે આ ક્રિકેટ જંગ ખેલાશે.

  આ પણ વાંચો- કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાનું નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

  ટુર્નામેન્ટના પ્રથમ દિવસે રવિવારે કુલ છ મેચ ૨માઇ હતી . જેમાં અમ્પાયરો તરીકે કપીલભાઈ તથા નિરજ શાહે સેવા આપી હતી જયારે આ ટુર્નામેન્ટ નિહાળવા આવતા ક્રિકેટ ચાહકોને માટે મેચની રનીંગ કોમેન્ટ્રી વસંતભાઈ અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી .
  Published by:rakesh parmar
  First published:

  Tags: Cricket betting, Cricket Fight, Cricket News in Gujarati, Jamnagar City, Jamnagar Samachar

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन