Home /News /jamnagar /

Jamnagar: અહીં લોકો ઘરે આવેલા મહેમાનોને આ સ્મશાન કેમ લઇ જાય છે?

Jamnagar: અહીં લોકો ઘરે આવેલા મહેમાનોને આ સ્મશાન કેમ લઇ જાય છે?

અહીં

અહીં લોકો ઘરે આવેલા મહેમાનોને આ સ્મશાન કેમ લઇ જાય છે?

જામનગરમાં આવેલું આદર્શ સ્મશાન જોવા દૂર દૂરથી લોકો આવે છે. એટલું જ નહીં ગુજરાત સરકારે પણ આ સ્મશાનની વિવિધતાને ધ્યાને રાખી ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પણ સામેલ કર્યું છે.

    Sanjay Vaghela, Jamnagar: મનુષ્ય જીવનમાં મૃત્યુને અંતિમ પડાવ માનવામાં આવે છે, મૃત્યુ બાદ અંતિમવિધિ (Funeral) માટે સ્મશાન (Crematorium)માં લઇ જવામાં આવે છે. કોઈ વ્યક્તિને સ્મશાન જવું પસંદ હોતું નથી. સ્મશાનનું નામ સાંભળતા જ મનુષ્યને ડર લાગવા લાગે છે. પરંતુ તમને એવુ કહેવામાં આવે કે એક એવુ સ્મશાન છે કે જ્યાં લોકો માત્ર ફરવા માટે આવે છે! વાત એકદમ સાચી છે, જામનગરમાં આવેલું આદર્શ સ્મશાન (Ideal crematorium in Jamnagar) જોવા દૂર દૂરથી લોકો આવે છે. એટલું જ નહીં ગુજરાત સરકારે પણ આ સ્મશાનની વિવિધતાને ધ્યાને રાખી ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પણ સામેલ કર્યું છે.

    એવુ તે શું ખાસ છે આ સ્મશાનમાં?

    જામનગરમાં વિક્ટોરિયા બ્રિજ નજીક આ આદર્શ સ્મશાન આવેલું છે. આ સ્મશાન બહારથી તો અન્ય સ્મશાનની જેવું જ લાગે છે પરંતુ અંદર પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે. પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતા જ દીવાલો પર સુંદર કલાકૃતિથી તૈયાર કરેલી વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બેસાડવામાં આવેલી છે.

    જેમ કે રામાયણના વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મ, રામ વનવાસ, કૃષ્ણ જન્મની મૂર્તિઓ છે. ત્યારબાદ અન્ય દેવી દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અહીં લગાવવામાં આવેલી છે. આ સિવાય સ્મશાનમાં બે સુંદર વન પણ છે, જેમાં અનેક નાના મોટા વૃક્ષોની હરિયાળી પણ છે, આ વૃક્ષોને કારણે સ્મશાનમાં નહી પરંતુ કોઈ પ્રવાસન સ્થળે આવ્યા હોવાનું અનુભવ થાય છે.

    રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે

    આ સ્મશાન રાજ્યનું સૌથી આદર્શ સ્મશાન ગણવામાં આવે છે. એટલુ જ નહીં, પણ આ સ્માશનને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 2004ના વર્ષમાં રાજ્યના “ફરવા લાયક” સ્થળોની યાદીમાં મૂકવામાં આવ્યુ હતુ. ત્યારથી જ જામનગર આવતા ટુરિસ્ટ એક વખત તો આ સ્મશાનની જરૂર મુલાકાત છે. તો જામનગરના લોકો પણ પોતાના ઘરે બહારગામથી આવેલા મહેમાનોને પણ ખાસ આ સ્મશાન દેખાડવા માટે લઈને આવી પહોંચે છે.

    આ સ્મશાનના સંચાલક દર્શન ઠક્કરે જણાવ્યું કે 1940માં બનાવવામાં આવેલુ આ મુક્તિધામ ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલુ છે અને આધુનિક પણ છે. અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં સૌથી પહેલા 1991માં ઇલેક્ટ્રીક ભટ્ઠી અહીંયા લગાવવામાં આવી હતી.

    Jamnagar: આર્યુવેદના જનક મહર્ષિ ચરકની આ વાતો તમે નહીં જાણતા હોય; વાંચો રસપ્રદ વિગતો

    સમગ્ર કેમ્પસમાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવેલા છે અને આખુય વાતાવરણ હરીયાળુ છે. આ મુક્તિધામમાં વિવિધ સંતોના જીવન અને કવનની વાતો અંકિત કરવામાં આવી છે જેથી સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવેલા લોકો નિરાશ ન થાય અને મૃત્યુ એ જીવનની વાસ્તવિક્તા છે એ વાત સ્વીકારે. એવી રીતે, 1993માં અંતિમ યાત્રા રથ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ, આ મુક્તિધામમાં અનેક રથ છે.

    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन