સંજય વાઘેલા, જામનગર: થોડો સમય પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ ફરી દરરોજ વધારો થઇ રહ્યો છે, તો ખાદ્ય તેલ, ગેસ સહીત અનેક જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઇ રહી છે, ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી દેખાવો કરવામાં આવ્યા હતા.
સંજય વાઘેલા, જામનગર: થોડો સમય પેટ્રોલ-ડીઝલ(Petrol and diesel)ના ભાવ સ્થિર રહ્યા બાદ ફરી દરરોજ વધારો થઇ રહ્યો છે, તો ખાદ્ય તેલ(oil), ગેસ(Gas) સહીત અનેક જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી(Inflation)થઇ રહી છે, ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ(Congress) દ્વારા રાષ્ટ્ર વ્યાપી દેખાવો કરવામાં આવ્યા હતા, જામનગર(Jamnagar) કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર મહાનગરપાલિકા નજીક વિરોધ પ્રદર્શન (Congress Protest)કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે દ્વારા નાટયાત્મક રીતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ ગેસનો બાટલો અને તેલના ડબ્બાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં સાયકલ વડે સ્કૂટર ખેંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા સાયકલ ચલાવી ટુ-વ્હીલર સાયકલ સાથે બાંધી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, ધવલભાઇ નંદા, નુરમામદભાઇ પલેજા, કોંગ્રેસ અગ્રણી સાજિદ બ્લોચ, પ્રદિપસિંહ વાળા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, અગ્રણીઓએ મોંઘવારી અને ભાવવધારા મુદ્દે પ્રજાની વેદના વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસે દ્વારા નાટયાત્મક રીતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ ગેસનો બાટલો અને તેલના ડબ્બાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં સાયકલ વડે સ્કૂટર ખેંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી છરીના ઘા ઝીંક્યા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા સાયકલ ચલાવી ટુ-વ્હીલર સાયકલ સાથે બાંધી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, ધવલભાઇ નંદા, નુરમામદભાઇ પલેજા, કોંગ્રેસ અગ્રણી સાજિદ બ્લોચ, પ્રદિપસિંહ વાળા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, અગ્રણીઓએ મોંઘવારી અને ભાવવધારા મુદ્દે પ્રજાની વેદના વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.