પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના ડિવાઈસનું એનાલિસિસ કર્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના ડિવાઈસનું એનાલિસિસ કર્યું હતું જેમા1600 ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ, ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 2 એપ્લિકેશન, જે આરોપીએ જાતે વિકસાવી હોવાનું સામે આવ્યું છે.
કિંજલ કારસરીયા, જામનગર: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં જામનગર (Jamnagar) સાયબર ક્રાઈમ (Cyber Crime)ની ટીમને સફળતા મળી છે. આરોપીએ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ વેચવા માટે અનેક પ્લેટ ફોર્મ બનાવ્યા હતા. ચાઈલ્ડ પ્રોનોગ્રાફીના કિસ્સાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. ત્યારે રાજ્યની પોલીસ પણ આવા તત્વો પર બાજ નજર રાખે છે. આવા જ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં જામનગર સાઈબર ક્રાઈમ ટીમને સફળતા મળી છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પ્રતિબંધિત છે ત્યારે આવી સામગ્રીના પ્રચાર પ્રસારના લોકો ખૂબ જ સતર્ક હોય છે પરંતુ પોલીસ હંમેશા આરોપીઓ કરતા એક કદમ આગળ જ રહે છે. જામનગર પોલીસની સાયબર સેલની ટીમ સક્રિય હતી ત્યારે તેમના ધ્યાનમાં આવું કન્ટેન્ટ સામે આવ્યું જે સતત અપલોડ કરવામાં આવી રહ્યું હતું. સાયબર સેલે તરત જ ટેક્નિકલ એનાલિસિસ કરી આ કન્ટેન્ટ ક્યાંથી મુકવામાં આવી રહ્યું હતું તે અંગે તપાસ કરી હતી.
જામનગર પોલીસે તરત જ ગાંધીનગર પોલીસનો સંપર્ક સાધી આરોપી કીશનને ઉઠાવી લીધો હતો. જોકે આ દરમિયાન ચોંકાવનારી વાત એ હતી કે આરોપી કીશન પરમાર માત્ર દસ ધોરણ જ ભણેલો છે અને તેણે પોનોગ્રાફીનું નેટવર્ક ફેલાવતા યુટ્યૂબના માધ્યમથી બધુ શીખ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના ડિવાઈસનું એનાલિસિસ કર્યું હતું જેમા1600 ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ, ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 2 એપ્લિકેશન, જે આરોપીએ જાતે વિકસાવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ 1 પોર્ન એપની APK ફાઈલ મળી આવી છે. ત્યાં જ 1 બ્લોગ મળ્યો જેમાં 224 ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અપલોડ કરાયા હતા. 1 ટેલીગ્રામ ચાઈલ્ડ પોર્નોગ્રાફી 'બોટ' મળ્યો. તથા 1 વોટ્સએપ ગ્રુપ જેમાં વિદેશના નંબર પણ જોડાયેલા હતા. વોટ્સએપના માધ્યમે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટનું વેચાણ અને શેરીંગ થતું હતું.
હાલ તો પોલીસે તમામ પોર્ન કન્ટેન્ટ અને વિવિધ પ્લેટફોર્મ પરના એકાઉન્ટને સિઝ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર