Home /News /jamnagar /Jamnagar News: આ શિક્ષકને જોતા જ બાળકો કેમ હંસવા લાગે છે? એવા એવા ગીતો સંભળાવે કે મોજ પડી જાય!

Jamnagar News: આ શિક્ષકને જોતા જ બાળકો કેમ હંસવા લાગે છે? એવા એવા ગીતો સંભળાવે કે મોજ પડી જાય!

X
બાળ

બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીએ  500થી વધુ પુસ્તકો લખ્યા છે. 

જામનગર મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બનાવતા કિરીટ ગોસ્વામી યુવા ગુજરાતી બાળ સાહિત્યકાર છે જેઓને બાળ સાહિત્યનો સર્વોચ્ચ એવો સાહિત્ય અકાદમી, દિલ્હીનો 2022નો એવોર્ડ અપાયો છે.

Kishor chudasama jamnagar:  21મી સદીના બાળકોને બાળગીતો સાંભળવા કે વાંચવા ગમતા નથી.જો કે જામનગરના એક લેખક છે જેઓના ગીતો બાળકોને ખુબ ગમી રહ્યા છે. એટલું જ નહીં આ લેખક ખાસ આજના યુગના બાળકોને પસંદગી આવે તેવી રચના તૈયાર કરી રહ્યા છે. આ લેખકનું નામ છે કિરીટ ગોસ્વામી જેઓ હાલ જામનગરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે બજાવે છે.

શિક્ષક કિરીટ ગોસ્વામીએ બાળસાહિત્યનો સર્વોચ્ચ એવો સાહિત્ય અકાદમી, દિલ્હીનો વર્ષ 2022નો રાષ્ટ્રીય પુરસ્કાર, તેમનાં બાળગીતોનાં પુસ્તક 'ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું! માટે એનાયત કરાયો છે.



500 થી વધુ પુસ્તકો લખ્યા

ગુજરાતી સાહિત્યમાં અનેક મહાન લેખકોનો સિંહફાળો છે. જો કે બાળ સાહિત્ય ક્ષેત્રમાં ગણ્યાગાંઠ્યા જ લેખકો થઇ ગયાં, જેમાંથી અનેક લેખકોને સરકાર દ્વારા બિરદાવવામાં આવ્યા.આ લેખકોમાં મોટાભાગના બાળ સાહિત્યકાર 60-70 વર્ષની ઉંમરના છે.પરંતુ જામનગર મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બનાવતા કિરીટ ગોસ્વામી જેઓ એક માત્ર એવા યુવા ગુજરાતી બાળ સાહિત્યકાર છે જેઓને બાળ સાહિત્યનો સર્વોચ્ચ એવો સાહિત્ય અકાદમી, દિલ્હીનો 2022નો એવોર્ડ અપાયો છે. કિરીટભાઈ ગોસ્વામીએ 500 થી વધુ પુસ્તકો લખ્યા છે. એટલું જ નહીં બાળકો માટે જ તેમણે આત્યંર સુધી લગ્ન પણ નથી કર્યા.

અહીં ક્લિક કરીને વાંચો,...Video: 'તારક મહેતા' છોડ્યાના 5 વર્ષ બાદ 'દયાબેન' એટલી બદલાઈ ગઇ કે ઓળખી પણ નહીં શકો, પહેલીવાર જોવા મળી દીકરાની ઝલક

સ્માર્ટફોનના યુગમાં બાળકોને પસંદગી આવે તેવા બાળસાહિત્યની રચના
શિક્ષક કિરીટભાઈ ગોસ્વામી આજના સ્માર્ટફોનના યુગમાં બાળકોને પસંદગી આવે તેવા બાળસાહિત્યની રચના કરે છે. કિરીટભાઈ ગોસ્વામીના વર્ષ 2018માં પ્રકાશિત બાળગીતસંગ્રહ 'એક બિલાડી બાંડી' તથા વર્ષ 2019માં પ્રકાશિત 'ગોળ ગોળ લાડુ' એમ બે પુસ્તકોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. આ સિવાય પણ કિરીટ ગોસ્વામીએ અનેક પુસ્તકો લખ્યા છે જેમાંથી અનેક બાળ ગીતોને પ્રાથમિક શાળાઓના પાઠ્યપુસ્તકોમાં સ્થાન પણ મળ્યું છે.

લેખક કિરીટ ગોસ્વામીનો પરિચય

જામનગરના યુવા લેખક કિરીટ ગોસ્વામી છેલ્લા 15 વર્ષથી બાળકોને પસંદ આવે તેવા બાળ સાહિત્યનું સર્જન કર્યું છે એટલું જ નહીં બાળગીતને ગુજરાતભરની શાળાઓમાં ફરીને બાળકો સુધી પહોંચાડવાની પ્રશંસનીય પ્રવૃત્તિ પણ તેમણે કરી છે અનેક પુરસ્કારથી સમ્માનિત કિરીટ ગોસ્વામીનાં બાળગીતો નવા અને આધુનિક સંદર્ભ લઈને આવતા હોવાથી આજનાં ઇન્ટરનેટ યુગનાં બાળકોને ખૂબ ગમે છે. બે રાજયનાં પાઠ્યપુસ્તકોમાં તેમનાં બાળગીતો સ્થાન પામ્યાં છે અને અનેક ગીતોનાં સ્વરાંકન પણ થયાં છે. કિરીટ ગોસ્વામી ગુજરાતી બાળસાહિત્યમાં બાળગીત ક્ષેત્રે નોંધપાત્ર અને માતબર પ્રદાન કરી રહ્યા છે.
First published:

Tags: Local 18, જામનગર