સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિઓમાં જોઈ શકાય છે કે એક બાળક નાનચાકુ (Nunchaku)થી સ્ટન્ટ કરી રહ્યો છે. અને તેની પાછળ LCD ટીવીમાં વિશ્વ પ્રખ્યાત એકટર બ્રુસ લી (Bruce Lee) એક ફિલ્મમાં વિલન સામે નાનચકુથી ફાઈટ કરી રહ્યો છે
Sanjay Vaghela, Jamnagar: આજના બાળકો શિક્ષણની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ રસ દાખવી રહ્યા છે. બાળકોની રુચિ જોઈને માતા-પિતા પણ તેને સપોર્ટ કરી રહ્યા છે. અને જરૂરી તમામ મદદ કરી રહ્યા છે, જેથી બાળકોના ટેલેન્ટસામે આવી રહ્યા છે. તો આજના સોશ્યિલ મીડિયાની મદદથી આવા બાળકોના વીડિઓ તમે જોતા જ હશો. થોડા દિવસ પહેલા આવો જ એક બાળકનો વીડિઓ વાયરલ થયો હતો જેમાં આ બાળક કરાટે માટે વિશ્વભરમાં પ્રખ્યાત અભિનેતા બ્રુસ લી (Bruce Lee)ની જેમ જ કરાટે કરતો દેખાઈ રહ્યો છે. તમે જાણીને ખુશ થશો કે આ બાળક જામનગર (Jamnagar)નો રહેવાસી છે અને તેની ઉંમર માત્ર 9 વર્ષ છે. તે છેલ્લા એક વર્ષથી નાનચાકુ (Nunchaku)ની પ્રેક્ટિસ કરી રહ્યો છે.
શું છે વાયરલ વીડિઓમાં?
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા વીડિઓમાં જોઈ શકાય છે કે એક બાળક નાનચાકુથી સ્ટન્ટ કરી રહ્યો છે. અને તેની પાછળ LCD ટીવીમાં વિશ્વ પ્રખ્યાત એકટર બ્રુસ લી એક ફિલ્મમાં વિલન સામે નાનચકુથી ફાઈટ કરી રહ્યો છે. મજાની વાત એ છે ટીવીમાં જોયા વગર એકદમ સરસ રીતે ફાઈટનો સીન કરી રહ્યો છે. એટલું જ નહીં બ્રુસ લીના સ્ટન્ટ અને બાળકના સ્ટન્ટમાં એક સેકન્ડનો પણ ફેરફાર થતો નથી. મોટી ઉંમરના સ્ટન્ટમેનને શરમ આવે તેવી રીતે બાળક સારી રીતે સ્ટન્ટ કરી રહ્યો છે.
વેકેશનનો સદઉપયોગ કરી શીખ્યો નાનચાકુ
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલો આ બાળકનું નામ છે અર્નવ સદરીયા છે અને તે જામનગરમાં રહે છે. અર્નવની ઉંમર માત્ર નવ વર્ષ છે. અર્નવને નાનપણથી જ કરાટેનો શોખ હતો. તેથી તેના માતા પિતાએ પણ સપોર્ટ કર્યો અને પ્રેક્ટિસ શરુ કરાવી. પ્રરિણામ સ્વરૂપે અર્નવ આજે કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન છે ને તે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલની અનેક સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યો છે જેમાં તેની પાસે કુલ 39 મેડલ્સ છે.
News 18 સાથે વાત કરતા અર્નવે જણાવ્યું કે આગળ જઈને દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું સપનું છે. હાલ તે ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યો છે. તો અર્નવનું સપનું પૂરું કરવા તેના માતા પિતા પણ તમામ સપોર્ટ કરી રહ્યા છે. અર્નવ દરરોજ સવારે 5 વાગ્યે ઉઠીને કરાટેની પ્રેક્ટિસ કરે છે, ત્યારબાદ સ્કૂલે જાય છે. સ્કૂલનું કામ પતાવીને પછી ફરીથી કરાટેની પ્રેક્ટિસ કરે છે.