Home /News /jamnagar /Jamnagar: કારખાનામાં નોકરી આપતા પહેલા જરૂર તપાસવા આટલા ડોક્યુમેન્ટ, નહીં તો થશે જેલની સજા!

Jamnagar: કારખાનામાં નોકરી આપતા પહેલા જરૂર તપાસવા આટલા ડોક્યુમેન્ટ, નહીં તો થશે જેલની સજા!

વિશ્વ બાળમજુરી વિરોધી દિવસ નિમિતે જનજાગૃતિ ફેલાવવામાં આવી

જામનગર (Jamnagar) ના દરેડ ફેસ-2 (Dared face-2) ના વિવિધ વિસ્તારોમાં ચાલતા કારખાના ઓ (Factory) ની ચાઈલ્ડલાઈન 1098 દ્વારા આકસ્મિક તપાસણી (Inspection) કરવામાં આવી હતી. 

    Sanjay Vaghela, Jamnagar: 12 જૂન વિશ્વ બાળમજુરી વિરોધી દિવસ (World Day Aginst Child Labour) ની ચાઈલ્ડલાઈન 1098 ટીમ (Childline Team) દ્વારા ઉજવણી કરવાના હેતુથી જામનગર (Jamnagar) ના દરેડ ફેસ-2 (Dared face-2) ના વિવિધ વિસ્તારોમાં ચાલતા કારખાના ઓ (Factory) ની ચાઈલ્ડલાઈન 1098 દ્વારા આકસ્મિક તપાસણી(Inspection) કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન ચકાસણી કરવામાં આવેલ કે કારખાનાઓમાં કામ કરવા માટે રાખવામાં આવેલ કારીગરો કે મજૂરોની ઉમર 18 વર્ષથી વધુ છે કે નહી. કારખાનાની તપાસ દરમિયાન અમુક કારીગરો અને મજૂરોની ઉમર 18 વર્ષથી નાની હોય એવા શંકાસ્પદ લાગતા કારીગરો અને મજુરોના ઉમરના પુરાવા 1098 ટીમ દ્વારા માંગવામાં આવ્યા હતા.

    કારીગરો અને મજુરોની સાથે ઉમરના પુરાવા ન હોવાથી એ પુરાવા ફોનમાં મંગાવવામાં આવેલ. આ પુરાવાઓની ચકાસણી દરમિયાન પુરવાર થયેલ કે કારીગરો અને મજુરોની ઉમર 18 વર્ષ ઉપરની હતી. કારખાનામાં ચાલુ કામના સ્થળોની મુલાકાત કરતા સમયે ચાઈલ્ડલાઈન 1098ની ટીમને કારખાનાના માલિકો અને સંચાલકોનો ખુબ સારો અને સકારાત્મક સહયોગ મળેલ અને 18 વર્ષથી નાના બાળકોને કારખાનામાં કામ કરવા માટે ન રાખવા જોઈએ એ બાબતે પણ તેમનામાં સકારાત્મક વલણ જોવા મળેલ.



    કારખાનામાં નોકરી પર રાખતા પહેલા આટલા ડોક્યુમેન્ટ જરૂર તપાસવા

    કારખાનાની મુલાકાત દરમિયાન કારખાનાના માલિક અથવા સંચાલક સાથે પ્રાથમિક વાતચીત દરમિયાન ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવેલ સાથો સાથ 1098 ટીમ દ્વારા કારખાનાના માલિકોને એવી પણ રજૂઆત કરવામાં આવેલ કે તેમના કારખાનામાં કામ કરતા જે પણ કારીગરો કે મજુરોની ઉંમર શંકાસ્પદ લાગે તેવી હોય તેના ઉંમરના પુરાવા માટે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અથવા તો જન્મના દાખલા મેળવીને ફાઈલ કારખાનામાં જ રાખવામાં આવે એ ઉપરાંત કારખાનામાં કામ કરતા તમામ કારીગરો કે મજુરોના પ્રાથમિક ડોક્યુમેન્ટની ફાઈલની જાળવણીકરવા આવે.



    આ ડોક્યુમેન્ટના આધારે કારખાનામાં કામ કરનાર દરેક વ્યક્તિની પ્રાથમિક માહિતી કારખાનાના માલિકો પાસે હોય તો ભવિષ્યમાં કોઈ અઈચ્છનીય બનાવ કે ઘટનાબને ત્યારે કારીગરો કે મજુરોની તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે. કારખાના માલિકોને એ પણ માહિતી અપાઈ કે કારખાનામાં જયારે પણ કારીગરો કે મજુરો લેવાના થાય ત્યારે તેમનું પોલીસ વેરીફીકેશ કરાવ્યા બાદ જ કામ પર રાખવામાં આવે તો તે કારખાના અને તેમાં કામ કરતા લોકો વધુ સુરક્ષિત રહેશે.

    આ પણ વાંચો: જાણો જામનગરની એ. કે. દોશી મહિલા કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી

    કારખાનાઓની મુલાકાત દરમિયાન બાળ મજુરી અટકાવવા તેમજ ચાઈલ્ડલાઈન 1098ની સેવાના પ્રચાર-પ્રસારના હેતુથી કારખાનાના શટરો અને ગેટ પર સ્ટિકરો લગાડવામાં આવેલ અને લોકોને પેમ્પ્લેટ વિતરણ કરી બાળ મજૂરી અંગે જાગૃત કરવામા આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन