Kishor chudasama, Jamnagar: જામનગરના લોઠીયા ગામમાં રહેતા ચરણજિતસિંહ મેહડું નામના યુવાનને આશ્વ પાળવાનો અલગ જ શોખ છે માત્ર શોખ ખાતર જ તેમના વજાપર સ્ટેટફાર્મ ખાતે 10 થી 12 જેટલા એકથી એક ચડિયાતા અને જાતવાન ઘોડા, ઘોડીઓ અને બચ્ચાઓ છે. જેની દેખભાલ અને ઉછેર કરવામાં આવે છે. મૂળ એમ્રી પાવડરના મુન્યુફેક્ચરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચરણજિતસિંહ મેહડુંને અશ્વો પ્રત્યે અદભુત વ્હાલ છે. તેઓ છેલ્લા 12 વર્ષથી બ્રિડિંગ કરાવે છે.
જેમાં ઘોડાના બચ્ચાને મોટા કર્યા બાદ જુદા જુદા અશ્વ શોમાં લઈ જવા એ ચરણજિતસિંહ મેહડુંનો શોખ છે એટલું જ નહીં શોમાં જીત મેળવવા માટે પણ તે દિવસ રાત મહેનત કરે છે. શોમાં સફળતા ન મળે તો તેમાંથી શીખ મેળવી ફરી ઘોડામાં ખુટતી કડી પુરી કરી રહ્યા છે. તેમનું ઘોડાઓ રાખવા માટેનું ફાર્મ હાઉસ પણ આલીશાન અને અદભુત છે. આ ફાર્મમાં રહેલી 'કેસરિયો' ઘોડો કોઈ ઘરેણાંથી કમ નથી.
અનેક સ્પર્ધાના મેડમ કેસરિયાને નામ
થોડા સમય અગાઉ રાજસ્થાનના પુષ્કરમાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં અશ્વો આવ્યા હતા. જો કે આ હજારો અશ્વોમાંથી જામનગરના કેસરિયા નામના ઘોડાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ મેળામાં યોજાયેલી સ્પર્ધામાં સ્ટેલિન શ્રેણીમાં જામનગરનો કેસરિયો રનર અપ એટલે કે બીજા નંબર પર રહ્યો હતો.
ખાસ પ્રકારનો શારીરિક બાંધો
વાત કરીએ કેસરિયા ઘોડાની તો તે એક મારવાડી પ્રજાતિનો ઘોડો છે જે મારવાડ પ્રદેશમાં જ જોવા મળે છે. આ મારવાડી ઘોડા ખાસ પ્રકારનો શારીરિક બાંધો ધરાવતા હોઈ છે. જેમ કે રણ પ્રદેશમાં અન્ય દોડવામાં ઘોડા એટલા સક્ષમ હોતા નથી પરંતુ આ મારવાડી ઘોડા રણ પ્રદેશમાં સારી રીતે દોડી શકે છે. ખાસ કરીને મારવાડના રાજા આ મારવાડી ઘોડાની મદદથી યુદ્ધ લડતા હતા.આ પુષ્કર મેળામાં 10 હાજરથી વધુ ઘોડા આવ્યા હતા.