Home /News /jamnagar /Jamnagar: મેદાન અને કોચ વગર જામનગરના આ દિવ્યાંગ ખેલાડીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

Jamnagar: મેદાન અને કોચ વગર જામનગરના આ દિવ્યાંગ ખેલાડીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

સ્ટેટ અને નેશનલ કક્ષાનીની અનેક ઇવેન્ટમાં મેડલ મેળવી ચુક્યા છે

ચંદ્રેશભાઈ છેલ્લા 2016થી ખેલ મહાકુંભમાં (Indian Open pera Athletics Championship 2022) ભાગ લઇ રહ્યા છે અને પ્રથમ ક્રમાંક મેળવી રહ્યા છે. એટલું જ નહીં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાનીની અનેક ઇવેન્ટમાં તેઓએ મેડલ મેળવી ચુક્યા છે

    Sanjay Vaghela, Jamnagar: કહેવત છે ને કે સિદ્ધિ તેને જઈ વારે જે પરસેવે ન્હાય, આ ઉક્તિને સાબિત કરી છે જામનગર જિલ્લાના એક દિવ્યાંગ યુવકે. કુદરતે ભલે શારીરિક ભેદભાવ કર્યો પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને લગનથી આ યુવકે હાર ન માની અને આજે સમગ્ર દેશમાં જામનગરનું નામ રોશન કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશની, કે જેઓએ ચોથી ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ (Indian Open pera Athletics Championship 2022) 2022માં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે બદલ તેઓને ગોલ્ડ મેડલ (Gold Medal) આપવામાં આવ્યો છે.

    કોચ અને મેદાન વગર ગામમાં કરી હતી પ્રેક્ટિસ

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા ચંદ્રેશ એક દિવ્યાગ ખેલાડી છે. તેઓ રાજકોટમાં કોમ્પ્યુટર એન્જીનીયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. જો કે બાળપણથી જ તેઓને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવાનું સપનું હતું. આથી જ તેઓ અવાર નવાર યોજાતી સ્પર્ધામાં લાંબી અને ઊંચી કુદમાં ભાગ લેતા અને ઇનામ પણ મેળવતા.

    જો કે દિવ્યાંગ હોવાને કારણે અને સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી ચંદ્રેશભાઈ પાસે એટલા પૈસા નથી કે તેઓ કોઇ સ્પોર્ટ્સ એકેડેમીમાં જોડાઈ શકે, જો કે તેમ છતાં તેઓએ હિંમત ન હારી અને પોતાના ગામમા જ મેદાન વગર પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

    આ પણ વાંચો:  જામનગરનો 19 વર્ષીય યુવક અમેરિકામાં બન્યો કોમર્શીયલ પાયલટ

    ચંદ્રેશભાઈ છેલ્લા 2016થી ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહ્યા છે અને પ્રથમ ક્રમાંક મેળવી રહ્યા છે. એટલું જ નહીં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાનીની અનેક ઇવેન્ટમાં તેઓએ મેડલ મેળવી ચુક્યા છે. હાલમાં જ બેંગ્લોર ખાતે યોજાયેલી ચોથી ઇન્ડિયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ 2022માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ મેડલ મળતાજ જામનગર જિલ્લાનું તેઓએ નંબર રોશન કર્યું છે. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તરફથી ચંદ્રેશભાઈને માર્ગદર્શન મળતું રહે છે.

    જો કે કમનસીબી કહી શકાય કે મોટી મોટી સ્પર્ધાઓમાં ચંદ્રેશભાઈ જેવા ટેલેન્ટેડ ખેલાડીને કોઈ સ્પોન્સર ન મળવાને કારણે સ્વ ખર્ચે ભાગ લેવો પડે છે. જો આગામી દિવસોમાં આ દિશામાં સરકાર દ્વારા કોઈ મદદ મળી રહે તો આવા ખેલાડી રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamangar News, Jamnagar Samachar, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन