Home /News /jamnagar /

Jamnagar : કેન્દ્ર સરકારીની ટીમે જી જી હોસ્પિટલની વખાણી કામગીરી, જાણો કયું આપવામાં આવ્યું સર્ટિફિકેટ

Jamnagar : કેન્દ્ર સરકારીની ટીમે જી જી હોસ્પિટલની વખાણી કામગીરી, જાણો કયું આપવામાં આવ્યું સર્ટિફિકેટ

જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજના 300 દર્દીઓ આવે છે 

જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ (Guru Govind Sinh Government Hospital) ની થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા પ્રસુતિ વિભાગ અને ઓપરેશન થિયેટરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

    Sanjay Vaghela, Jamnagar: છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પ્રાંતમાં હોસ્પીટલ ક્ષેત્રમાં ઘણો સુધારો આવ્યો છે.સૌરાષ્ટ્રનું પેરિસ (Paris of Saurashtra) ગણતા જામનગર (Jamnagar) નું તબીબી ક્ષેત્રમાં ઘણું મોટુ નામ છે. સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગરમાં આવેલી છે. જેનું નામ છે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ (Guru Govind Sinh Government Hospital). થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન (National Heath Mission)દ્વારા પ્રસુતિ વિભાગ (Maternity department) અને ઓપરેશન થિયેટરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગના માપદંડોમાં ગાયનેક વિભાગના લેબર રૂમની ગુણવતા 97 ટકા અને મેટરનીટી ઓપરેશન થીયેટરની ગુણવતા 92 ટકા આવતા લક્ષ્ય સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું છે.

    સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ હોવાથી અહીં અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે, હોસ્પીટલના ગાયનેક વિભાગમાં તમામ પ્રકારની સુવિધા અને નિષ્ણાંત ડૉક્ટરની ટીમ છે. જેઓ મહિને અંદાજે એક હજાર જેટલી ડિલિવરી અને અન્ય સ્ત્રી રોગની સચોટ નિદાન કરે છે. જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. નલિની આનંદએ News 18 સાથેની વાતચિત્તમાં જણાવ્યું કે જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજના 300 દર્દીઓ આવે છેઅને મહિને અંદાજે 1000 જેટલી ડિલિવરી કરવામાં આવે છે. આ સિવાય અન્ય સારવાર જેમ કે માસિકને લગતી, ગાંઠની સારવાર વગેરેના ઓપેરેશન પણ કરવામાં આવે છે. અનેક એવા જટિલ ઓપરેશનનું પણ સચોટ નિદાન અહીં એક પણ રૂપિયાના ચાર્જ વગર કરવામાં આવે છે. સ્ત્રી અને બાળ રોગ માટે હોસ્પીટલમાં અલગથી કેસ બારીની સુવિધા રાખવામાં આવી છે, જ્યાંથી કેસ કઢાવીને દર્દી ગાયનેક વિભાગમાં સારવાર મેળવી શકે છે. એટલું નહીં ઇમર્જન્સી સ્થિતિમાં પહેલા સારવાર અને પછી જરૂરી કાગળો કરવામાં આવે છે.

    આ સિવાય 108 એમ્બયુલન્સની સારવાર છે તથા ડિલિવરી બાદ અથવા જરૂર પડ્યે ખીલખીલાટ કે જે બાળકો માટેની એમ્બયુલન્સ છે તેની પણ 24/7 સુવિધા ઉપલબ્ધ છે, જે દર્દીને ઘરેથી લાવવાથી લઈને સારવાર બાદ ઘરે પણ પહોચાડે છે. ડૉ. નલિનીએ જણાવ્યું કે જી જી હોસ્પીટલના ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગને લગતી તમામ સારવાર તદ્દન ફ્રી થાય છે. અહીં તમામ પ્રકારના ઓપરેશન પણ થાય છે જેના કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સિવાય હોસ્પિટલમાં લોહીના રિપોર્ટ, એક્સ રે, સોનોગ્રાફીની પણ સુવિધા છે. ગાયનેક વિભાગમાં જ ત્રણ જેટલાં સોનોગ્રાફીના મશીન છે. જેથી દર્દીને રિપોર્ટ માટે બહાર જવું પડતું નથી.

    આ સિવાય કોઈ ગર્ભવતી મહિલા 9 મહિના સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી હોઈ અને છેલ્લે જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર માટે આવે તો પણ તેને દાખલ કરી સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. ડૉ. નલિની આંનદની દેખરેખમાં 5 ડોક્ટર્સની ટીમ છે જેઓ 24 કલાક અને 7 દિવસ ખડેપગે દર્દીની સારવાર કરે છે. આ સિવાય નર્સિંગ સ્ટાફ પણ હોઈ છે જે રૂટિન દેખરેખ રાખે છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ હોવાથી દરરોજ દર્દીઓની સંખ્યા પણ વધતી રહે છે, જો કે ગાયનેક વિભાગના મેનેજમેન્ટ થકી તમામ દર્દીને નિઃશુલ્ક સારવાર મળી રહે છે.

    આ પણ વાંચોJamnagar : વીજળી ચોર સાવધાન, મીટર ટેસ્ટીંગ લેબોરેટરી કાર્યરત, કેવી રીતે કરશે કામ?

    જો કોઈ વ્યક્તિને જામનગરમાં આવેલી આ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી હોઈ તો તેઓએ જામનગરમાં અંબર ચોકડીથી નહેરુ માર્ગ પર આ જી જી હોસ્પીટલ આવેલી છે. અહીં મેઈન બિલ્ડીંગના પાછળના ભાગમાં ગાયનેક વિભાગ અને બાળ રોગ વિભાગ આવેલો છે. જી જી હોસ્પીટલનો સંપર્ક નંબર છે 0288-2661087.
    First published:

    Tags: Jamnagar News, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन