Home /News /jamnagar /Rivaba Jadeja Birthday: રિવાબાએ પોતાના જન્મદિવસે યુવાનોને સૈન્યમાં ભરતી થવા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

Rivaba Jadeja Birthday: રિવાબાએ પોતાના જન્મદિવસે યુવાનોને સૈન્યમાં ભરતી થવા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

રિવાબાએ દીકરીના જન્મદિવસની જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરી.

Rivaba Jadeja Birthday: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ અને બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપે છે.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ દીકરીના જન્મદિવસની જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં આજના દિવસે જામનગરના અગ્નિવીરો માટે 6 તાલીમ કેમ્પોનો પ્રારંભ રિવાબાના હસ્તે કરવામાં આવ્યો હતો.

    ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ અને બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપે છે. ઉપરાંત કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ, બહેનોમાં અંધશ્રદ્ધા જેવી અનેક બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આજે રિવાબા દ્વારા તેમની દીકરીના જન્મદિવસની ઉજવણી જેમ જ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.



    જેમાં આજથી અગ્નિપથ યોજના હેઠળના અગ્નિવીરો ને યોગ્ય તાલીમ સ્થળ મળે તે માટે જામનગર જિલ્લામાં અલગ-અલગ 6 ગ્રામ્ય વિસ્તારમાં દોડ ટ્રેક, લોંગ જંપ જેવી તાલીમ મેળવી શકે તેવા ગ્રાઉન્ડનો રિવાબાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ તાલીમ કેમ્પમાં સક્ષમ અને અનુભવી એક્સ આર્મી મેન અગ્નિવિરોને તાલીમ આપશે.

    આ પણ વાંચો- બ્રિટેનના નવા PM લિઝ ટ્રસનો એક વાયદો ઋષિ સુનકને પડી ગયો ભારે

    એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં અગ્નિવીર જેવી યોજના અંતર્ગત સૈન્યમાં ભરતી થવા માટે ફિઝિકલ ટેસ્ટ માટે તૈયારીઓ કરવા ગ્રામ્ય વિસ્તારમાં ભારે મુશ્કેલી પડતી હોય છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પોતાના જન્મદિવસે છ ગ્રાઉન્ડ ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ તૈયાર કરાવી આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને યુવતીઓને સૈન્યમાં ભરતી થવા પ્રોત્સાહન આપવા અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jamnagar News, રવિન્દ્ર જાડેજા, રિવાબા જાડેજા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन