સંજય વાઘેલા, જામનગર: હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ ભરડો લીધો છે. મોંઘવારીને કારણે ચોરી અને લૂંટફાટની ઘટના સામે આવતી હોઈ છે.જો કે જામનગરમાં એક એવી વસ્તુની ચોરીની ઘટના બની છે જે જાણીને તમને નવાઈ લાગશે. લોકડાઉન દરમિયાન જેની કિંમત સોના જેટલી થઇ ગઈ હતી એવા તમાકુની ચોરીની ઘટના સામે આવી છે. શહેરમાં 200 નંગ તમાકુના બોક્ષ જેની કિંમત અંદાજે 49,680 રૂપિયા જેટલી થાય છે. તેની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શહેરમાં તમાકુની ચોરી થઇ હોવાની વાત વાયુવેગે ફેલાતા ભારે ચર્ચા જાગી છે. તો નવાઈની વાત તો એ છે કે વેપારીએ તમાકુચોરી થયાને દસ દિવસ પછી ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિગતો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં આવેલા જાણીતા વિસ્તાર ગ્રેઈન માર્કેટમાં ધોળા દિવસે દુકાનની બહાર ઓટલા પર રાખેલા 200 નંગ તમાકુની ચોરી થઇ હોવાની એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 10 દિવસ પૂર્વે બપોરના સમયે બેથી અઢી વાગ્યાના સમય દરમિયાન ગ્રેઈન માર્કેટ ચેમ્બર હોલ રોડ પર આર.જે. ટ્રેડીંગ નામની જથ્થાબંધી વેપારીની દુકાન બહાર ઓટલા ઉપર રૂા.49,680 ની કિંમતના 200 નંગ બાગબાન તમાકુના ડબલા એક બોકસમાં રાખ્યા હતાં જે કોઈ વ્યક્તિ ચોરીને નાસી ગયું હોવાનું વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે.
વેપારીની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ આરંભિ હતી.સૌપ્રથમ પોલીસને મહત્વના સીસીટીવી હાથ લાગ્યા, આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બાઈક પર આવેલો એક શાખ દુકાનના ઓટલા પર રાખેલુ તમાકુનું બોક્સ ઉઠાવી રહ્યો છે અને બાદમાં બાઈક પર આગળ પેટ્રોલની ટાંકી પર મૂકી બાઈક હંકારી મૂકે છે. સમગ્ર બાબતે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુણો નોંધી તમાકુની ચોરી કરી નાસી ગયેલા વ્યક્તિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં આવેલા જાણીતા વિસ્તાર ગ્રેઈન માર્કેટમાં ધોળા દિવસે દુકાનની બહાર ઓટલા પર રાખેલા 200 નંગ તમાકુની ચોરી થઇ હોવાની એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 10 દિવસ પૂર્વે બપોરના સમયે બેથી અઢી વાગ્યાના સમય દરમિયાન ગ્રેઈન માર્કેટ ચેમ્બર હોલ રોડ પર આર.જે. ટ્રેડીંગ નામની જથ્થાબંધી વેપારીની દુકાન બહાર ઓટલા ઉપર રૂા.49,680 ની કિંમતના 200 નંગ બાગબાન તમાકુના ડબલા એક બોકસમાં રાખ્યા હતાં જે કોઈ વ્યક્તિ ચોરીને નાસી ગયું હોવાનું વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે.