Kishor chudasama, jamnagar: જામનગરના રવીપાર્ક વિસ્તારમાં ચારથી વધુ સ્થળોએ મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં બેફામ બનેલા આરોપી પિતાપુત્રોએ કોઈ પણ કારણ વગર રવિપાર્કમાં નિર્માણ પામતી બાંધકામ સાઈટ પર પરપ્રાંતીય મજૂરો પર હુમલો કર્યો હતો. તો આ વિસ્તારની દુકાનમાં ઘૂસીને દુકાનદારને માર માર્યો ઉપરાંત રસ્તેથી નીકળતા યુવાને માર માર્યો હતો. આમ જામનગરના બેડી રીંગ રોડ પર આવેલ દેશી માલધારી હોટલ પાસે રહેતા આરોપી સંજય કાનાભાઈ ભૂતીયા તથા કાનાભાઈ ભૂતીયાએ રવીપાર્ક વિસ્તારમાં રીતસરનો આતંક જમાવ્યો હતો.
પિતાપુત્રો સામે 5 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ
આરોપી પિતા-પુત્રે અનુપમ નેમચંદ ગોયલ, પ્રદીપભાઈ કરશનભાઈ ચંદ્રાવાડીયા અને હરેશભાઈ વસ્તાભાઈ ડાંગર અને મયુરભાઈ નારણભાઈ નંદાણીયા સહિતનાઓ પર કોઈ કારણ વગર હુમલો કર્યો હતો. આ ઉપરાંત તપાસ અર્થે ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પર પણ સ્કોર્પિયો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આરોપી પિતાપુત્રો સામે 5 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આરોપીઓએ આજુબાજુની દુકાન ઘુસી દુકાનદારો સામે પણ માથાકૂટ કરી હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ
એટલું જ નહીં માથાભારે પિતા-પુત્રે દુકાન દારોને ધમકી આપી કહ્યું કે જો પોલીસ ફરિયાદ કરી છે તો તમારા માથા ફાળી નાંખશું! આ ફરિયાદને આધારે પોલીસે ત્રિપુટીને સકંજામાં લઈ કાર્યવાહી આગળ ધપાવી છે.