Home /News /jamnagar /Jamnagar: જુઓ કેવી બિન્દાસ્ત રીતે ચોરોએ કરી ચોરી, સામે આવ્યા CCTV

Jamnagar: જુઓ કેવી બિન્દાસ્ત રીતે ચોરોએ કરી ચોરી, સામે આવ્યા CCTV

X
ધ્રોલમાં

ધ્રોલમાં થયેલ ચોરીના CCTV આવ્યા સામે, જુઓ લાઈવ ચોરી

ઘણાં સમયથી ચોરોએ ધ્રોલ પંથકને બાનમાં લીધું છે. બીજી બાજુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તસ્કરો હથિયાર સાથે આવતા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

    Kishor chudasama,Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ ધામા નાખ્યા છે. શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરો ઠંડીનો લાભ લઈ તરખાટ મચાવતા હોવાથી અવાર નવાર નાની મોટી ચોરીના બનાવ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ગત રાત્રે ધ્રોલ ખાતે 3 મકાનમાં ચોરી થયાની ફરિયાદ ઉઠી હતી. જેના લાઈવ CCTV સામે આવ્યા છે.

    1.30 લાખની રોકડ ઉપરાંત દાગીનાની થઈ હતી ચોરી

    ધ્રોલના જોડિયા રોડ પર આવેલા રાધે પાર્ક વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રાટકેલા શખ્સો એ 3 જેટલા રહેણાક મકાનમાં ખાંખાખોળા કર્યા હતા. જેમાં એક મકાનમાંથી મુદામાલ મળ્યો હતો. જ્યારે બે મકાનમાંથી કાંઈ હાથ ન લાગતા ચોરને ફોગટનો ફેરો થયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પરિવાર ભરનીંદરમાં સૂતો હતો આદરમિયાન 4 જેટલા બુકાનીધારી શખ્સોએ મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં રહેણાક મકાનમાં કબાટના તાળા તોડી, રૂ.1.30 લાખની રોકડ, બેથી ત્રણ તોલા સોનાના દાગીના, વીસેક ગ્રામ ચાંદીના દાગીના સહિતનો મુદામાલ ઉસેડી ગયા હતા. ઉપરાંત એક બાઇકની પણ ચોરી કરી હતી.


    ઘણાં સમયથી ચોરોએ ધ્રોલ પંથકને બાનમાં લીધું છે. બીજી બાજુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તસ્કરો હથિયાર સાથે આવતા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
    First published:

    Tags: Jamanagar, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો