Home /News /jamnagar /Jamnagar: નોકરી જોઇએ તો આટલું કરો, અહીં એક જ સ્થળેથી આટલા ઉમેદવારોને મળી નોકરી!

Jamnagar: નોકરી જોઇએ તો આટલું કરો, અહીં એક જ સ્થળેથી આટલા ઉમેદવારોને મળી નોકરી!

ભરતી મેળામાં 434 ઉમેદવારોમાંથી 194 ઉમેદવારોની સ્થળ પર જ નોકરી અપાઈ છે.

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા ભરતી મેળો યોજાયો હતો.

    Kishor chudasama, jamnagar: જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી આઈ. ટી. આઈ. કેમ્પસ, રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 434 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 194 ઉમેદવારોની સ્થળ પર જ નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી.

    ફીટર ટર્નર, ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર સહિતના પદ પર ભરતી કરાઈ

    રિલાયન્સ રિટેલમાં કસ્ટમર સર્વિસ ઓફિસરની 15 જગ્યામાં ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત નમ્રતા વેલનેસ સેન્ટર માટે પણ 10 ઇન્ડૉર માર્કેટિંગના પદ ઉપર ભરતી કરાઈ હતી. વધુમાં એલએન્ડટી ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકલની 20 જગ્યા અને જનરલ મિકેનિકલની 20 જગ્યા પર ભરતી યોજાઈ હતી.

    આ પણ વાંચો,...Jamnagar: ફ્રીજ, કૂકર, રસોડાના તમામ વાસણ માટીના, આ વીડિયો જોઇ મજા પડી જશે!

    વધુમાં જી.એસ.સી.એલ ટીપીએસ સિક્કામાં વાયરમેન, ઇન્સ્ટ્રુમેન્ટ, મિકેનિકલ, ફીટર ટર્નર, ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર સહિત 152 પદ પર ઉમેદવારની પસંદગી કરાઈ હતી. તેમજ આદિત્ય બિરલા કેપિટલમાં પણ સેલ્સ એકસિક્યુટિવના 30 પદ માટે પણ ઉમેદવારોને પસંદગી કરાઈ હતી.



    ૧૯૪ને નોકરી આપવામાં આવી

    રોજગાર કચેરી જામનગર ખાતે “ અનુબંધમ” પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ના માધ્યમથી મેળામાં ૪૩૪ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૭ થી વધારે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાએ હાજર રહી વિવિધ ૩૯૧ જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કાબીલ ગણાયેલા ૧૯૪ને નોકરી આપવામાં આવી હતી.
    First published:

    Tags: Jobs, Local 18, જામનગર