Kishor chudasama, jamnagar: જામનગર મહાનગરપાલિકા ખાતે રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતે કૃત્રિમ હાથના વિતરણ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમા રોટરી ક્લબ જામનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર અમેરિકામાં બનેલ કૃત્રિમ હાથ ફીટ કરવા માટે કેમ્પ યોજાયો હતો. ત્યારથી અત્યાર સુધીમા સમગ્ર ભારતમાં અનેક શહેરોમાં કેમ્પ આયોજી ૩૫૦૦ થી વધુ કૃત્રિમ હાથ ફીટ કરવાયા છે. મહત્વનું છે કે રોટરી ક્લબ દ્વારા જામનગર સહિત અનેક સ્થળોએ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યની સુવાસ પ્રસરાવવામાં આવી રહી છે.
આવા તમામ કર્યો કરવા માટેની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને કૃત્રિમ હાથ ફીટ કરીને ફરીથી જીવનને જીવંત બનાવવા પ્રયાસ કરાયો હતો. આ હાથ કુદરતી હાથ જેવો જ દેખાતો હોવાથી લાભાર્થીઓ આ હાથથી મોટા ભાગે તમામ કામ કરી શકે છે.
કૃત્રિમ હાથ લાગ્યા બાદ પરિવાર માટે બોજરૂપ નહિ રહે
રોટરી ક્લબ જામનગર દ્વારા, રોટરી ક્લબ પુના ડાઉન ટાઉનના સહયોગથી ઇનાલી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત કૃત્રિમ હાથ ફીટ કરી આપવામાં આપવા લાભાર્થીઓને જાણે ગુમાવેલો હાથ પાછો મળ્યો હોય તેવો આનંદ થયો હતો હવે હું બધા કામ જાતે કરી શકીશ.\"કૃત્રિમ હાથ લાગ્યા બાદ પરિવાર માટે બોજરૂપ નહિ રહે તેનો લાભાર્થીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.