Kishor chudasama, Jamnagar: જામનગરના આંગણે પ્રથમ વખત સૌથી મોટા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તાં. 16 અને 17ના રોજ શહેરના સત્યસાઈ સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર આ એક્સપો યોજાશે. જેમાં જામનગર ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તાલીમનાડુ, વેસ્ટ બંગાળ તેમજ આફ્રિકા, દુબઈ, કુવૈત,યુ કે સહિત દેશ દુનિયાના 220થી વધુ પ્રોફેશનલ બિજનેશમેન અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ જોડાશે.
આયોજકો દ્વારા તડામાર તૈયારી
ધ સૈફી બુરહાની એકસ્પોનું સૈફી ફાઉન્ડેશન તિજારત રાબેહાહ સેન્ટ્રલ ટીમ મુંબઈ અને દાઉદી વહોરા મોટી જુમાત જામનગર દ્વારા આયોજન અને સંચાલન કરવામાં આવી રહ્યું છે. હાલ આ એક્સ્પોની તડામાર તૈયારી ચાલી રહી છે.
12 જેટલા બિઝનેશ સેમિનાર યોજાશે
સૌથી મોટા એકસ્પોમાં રીયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, મેટલ, હાર્ડવેર, બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ, બિલ્ડીંગ મટીરીયલ્સ, એજયુકેશન, ટેકનોલોજી, ગ્લાસ, ઈન્ટીરીયર સહીતના અનેક મેન્યુફેકચરીંગ, સપ્લાયર્સ જોડાશે. એટલું જ નહીં થીંગ્સ બીયોન્ડ એકાઉન્ટસ, વુમન એન્ટરપ્રીનિયોર્સ, ડિજિટલ માર્કેટીંગ, ધ આર્ટ ઓફ પબ્લિક રિલેશનશીપ ઈન બિઝનેસ, હાવ ટુ ગ્રો ઈન બિઝનેસ, B2B, B2C ઈવેન્ટ જેવા 12 જેવા બિઝનેશ સેમિનાર યોજાશે. દેશ, દુનિયાના ઉદ્યોગ અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય અને ધાર્મિક આગેવાનો આ એક્ષ્પોમાં આવતા હોવાથી લોકોને બિઝનેશ ક્ષેત્રે નવી પ્રોડકટ અને ઈનોવેશન અંગે માર્ગદર્શન મળી શકશે.