Home /News /jamnagar /Jamnagar: 5000 રાજપૂત યુવાનોનો તલવારબાજીનો શૌર્યરાસ, જુઓ Video

Jamnagar: 5000 રાજપૂત યુવાનોનો તલવારબાજીનો શૌર્યરાસ, જુઓ Video

X
તલવારબાજીનો

તલવારબાજીનો શૌર્યરાસ

શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે 31માં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી (Wielded a sword) કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" (World Book of Records London)માં સ્થાન મેળવ્યૂ

વધુ જુઓ ...
Sanjay Vaghela, Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ (Dhrol) ખાતે આવેલ ઐતિહાસિક શહીદભૂમી ભૂચરમોરી (Bhucharmori, land of historical martyrs) ખાતે 31માં ભુચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ (Martyr Tribute Ceremony) યોજવામાં આવ્યો હતો. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા 30 વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે 31માં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી (Wielded a sword) કરી "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન" (World Book of Records London)માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભૂચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 5000 યુવાઓએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે.

સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં જુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણાં દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. દેશના પરિવર્તનમાં અનેક વીરોનું પણ યોગદાન રહેલું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 429 વર્ષ પહેલા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેલાયેલા લોહીયાળ યુદ્ધમાં ક્ષત્રિયોની વીરતાની યાદ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે એક સાથે પાંચ હજાર જેટલાં રાજપૂત યુવનો તલવારબાજી કરી નવો રેકોર્ડ કીર્તિમાન કર્યો છે. તમને જણાવી દઈએ કે ઇતિહાસમાં ભૂચર મોરીનું યુદ્ધ સૌથી ભયાનક યુદ્ધમાંથી એક છે. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું.

ભૂચર મોરીના ઇતિહાસ અંગે વાત કરીએ તો ઈ.સ. 1591માં અને અંદાજે 429 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચર મોરી મેદાનમાં યુદ્ધ કેમ લડાયું તેની પાછળ એક લાંબી કહાની છે પરંતુ ટૂંકમાં જણાવીએ તો એ સમયે મુઘલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો. આ બાબતો ખાર રાખી અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કાકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કાકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે યુદ્ધ લડાયું.

આ પણ વાંચો:   ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરીમાં 5000 રાજપૂત યુવાઓએ 11 મિનિટ સુધી શૌર્યરાસ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો

આ યુદ્ધમાં જામનગરના યૌદ્ધાઓએ વિરતાં દાખવી અને થોડીવાર તો મુઘલોને પીછેહટ કરવી પડી હતી પરંતુ જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું. લડાઈ એવી કટોકટીએ પહોંચી કે, હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુંમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા.

લડતાં લડતાં તેમના ઘોડાએ મીરઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી. યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા. ત્યારબાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈને નવોઢા રાણી સૂર્યકુંવારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબ સતીની ડેરીનું પૂજન કરે છે.
First published:

Tags: Dhrol, Jamnagar News, Jamnagar Samachar, Rajput