Home /News /jamnagar /જામનગરનો ખેડૂતનો ગજબનો જુગાડ: બાઇકને સાંતી મશીનમાં ફેરવી નાખ્યું!

જામનગરનો ખેડૂતનો ગજબનો જુગાડ: બાઇકને સાંતી મશીનમાં ફેરવી નાખ્યું!

Jamnagar farmer innovation: બેડ ગામના ખેડૂત જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે.

Jamnagar farmer innovation: બેડ ગામના ખેડૂત જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે.

ચાર ચોપડી ભણેલા ખેડૂતની કમાલ
જામનગર: અમૂક વખત ખેડૂતની કોઠાસૂઝ એન્જિનિયરોને પણ વિચારતા કરી મૂકે છે. જામનગર પંથકના માત્ર ચાર ચોપડી પાસ ખેડૂતે એવું મગજ વાપર્યું કે તંત્રએ પણ તેની નોંધ લેવી પડી! બેડ ગામના ખેડૂત જેન્તીભાઈ સોનાગરાએ મોટર સાયકલ સંચાલિત સાંતી મશીન વિકસાવ્યું છે, આ મશીન મગફળી, કપાસ સહિત કોઈ પણ પાકમાં ઉપયોગમાં આવી શકે છે. આ મશીનથી ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે.


મોટરસાઇક સંચાલિત સાંતી
જામનગર તાલુકાના બેડ ગામનાં પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરા દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ મોટર સાયકલ સંચાલિત સાંતી વિકસાવવામાં આવ્યું છે.


ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણની બચત
ખેડૂત જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે.


6 ખેડૂતોનું કરાશે સન્માન
આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અન્વયે ખેડૂત જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરાનું 26 જાન્યુઆરીના રોજ ભૂચર મોરી, ધ્રોલ ખાતેથી પ્રશંસાપત્ર આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.


અન્ય ખેડૂતોનું પણ સન્માન
ઉપરાંત રમેશભાઈ સંતોકી, મોટા વાગુદડ, તા. ધ્રોલ । વિશાલભાઈ જેસડીયા, આણંદપર, તા. કાલાવડ । ગણેશભાઈ ભંડેરી, આણદા, તા. જોડિયા । કેશુભાઈ મોઢવાડિયા, ડેરા છિકારી, તા. લાલપુર । સુરેશકુમાર સુતરીયા, જામવાળી, તા. જામજોધપુરનું સન્માન કરાયું હતું.
First published:

विज्ञापन