જામનગરનો બર્ધન ચોક વિસ્તારમાં રેડીમેઇડ કપડા ખરીદી માટે પ્રખ્યાત છે.
જામનગરના બર્ધન ચોકમાં બાળકો માટે જીન્સ, કેપરી, ફ્રોક, યુવાનો માટે ફંકી પેન્ટ, ટીશર્ટ અને શર્ટ તેમજ મહિલાઓ માટે બાંધણી, પટોળા, કુરતી, ટોપ, જીન્સ તથા પાર્ટીવિયર અને રિગ્યુલર કપડા સહિતની વેરાયટીઓ હોલસેલ ભાવમા મળી રહી છે.
Kishor chudasama jamnagar: જામનગરમાં લગ્નસરાની સીઝન અને હોળી ધુળેટીના તહેવારોના આગમનને લઈ ઘરાકી જોવા મળી રહી છે. જેથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે ત્યારે જામનગરમાં એવી અનેક બજારો આવેલી છે જે કોઈને કોઈ વસ્તુઓ માટે પ્રખ્યાત છે અને અહીં સસ્તી સામગ્રી મળી રહે છે. જેમાં કપડાની ખરીદી માટે વર્ષોથી જામનગરનો બર્ધન ચોક વિસ્તારમાં પ્રખ્યાત છે કપડા ખરીદી માટે ગામડે ગામડેથી લોકો ખરીદી અર્થે આવે છે.
બર્ધન ચોક વિસ્તારમાં કપડામાં વેરાયટીઓનો પણ ખજાનો
જામનગરમાં 25 વર્ષથી કપડાનું વેચાણ કરતા હેમંતભાઈ કાસમાણીએ જણાવ્યું કે અન્ય વિસ્તારોની સરખામણીએ જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં કપડામાં વેરાયટીઓનો પણ ખજાનો હોય છે નવી-નવી પેટર્ન અને ક્વોલિટી વાઇઝ વસ્તુઓ હોલસેલ ભાવમાં મળે છે જેથી ગામડેથી આવતા અને શહેરના ગ્રાહકો સૌપ્રથમ વર્ધન ચોક વિસ્તારને પ્રાધાન્ય આપે છે અને ખરીદી અર્થે આવે છે.
પટોળા, કુર્તિ, ટોપ, જીન્સ સહિતની વસ્તુઓનો ખજાનો
આ વિસ્તારોની દુકાનમાં બાળકોથી માંડી અને યુવાનો વૃદ્ધો મહિલાઓ માટે તમામ પ્રકારના કપડાઓ મળે છે. આ વિસ્તારની મોટા ભાગની દુકાનો વર્ષો જૂની છે જેથી વિશ્વાસપાત્ર હોવાથી ગામડાના લોકોની પહેલી પસંદગી બને છે વળી બાળકો માટે જીન્સ, કેપરી, ફ્રોક, યુવાનો માટે ફંકી પેન્ટ, ટીશર્ટ અને શર્ટ તેમજ મહિલાઓ માટે બાંધણી, પટોળા, કુરતી, ટોપ, જીન્સ તથા પાર્ટીવિયર અને રિગ્યુલર કપડા સહિતની વેરાયટીઓ હોલસેલ ભાવમા મળી રહી છે.
આ વિસ્તારમાં એક જ સ્થળે તમામ વર્ગના કપડાઓ મળી રહેતા હોવાથી પણ ગ્રાહકો માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. જો કોઇને આ સ્થળની મુલાકાત લેવી હોય તો આ ગૂગલ મેપની લિંક પર ક્લિક કરીને ત્યાં જઇ શકો છો.