જામનગરમાં પઠાણ ફિલ્મનો વિરોધ સિનેમાઘરો સુધી પહોંચ્યો છે. હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારના વસ્ત્રો સાથે આવી રહેલી પઠાણ ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
કિંજલ કારસરીયા, જામનગરઃ શહેરમાં પઠાણ ફિલ્મનો વિરોધ સિનેમાઘરો સુધી પહોંચ્યો છે. હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે તે પ્રકારના વસ્ત્રો સાથે આવી રહેલી પઠાણ ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા મેહુલ સિનેમેક્સ બહાર પઠાણ ફિલ્મના પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ફિલ્મના પોસ્ટર્સ ફાડી આગ ચાંપી
બજરંગ દળના કાર્યકરોએ સિનેમાઘરની બહાર રસ્તા ઉપર ‘દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન હાય હાય’ના નારા લગાવી પોસ્ટરો ફાડી પોસ્ટરોને આગ ચાંપી હતી. આટલેથી જ આ વિરોધ ન સમતા બજરંગ દળના કાર્યકરોએ સિનેમા ગૃહમાં દોડી જઈ સંચાલકોને પઠાણ ફિલ્મ ન લગાડવા ચીમકી આપી હતી અને ફિલ્મ લગાડશે તો જોયા જેવી થશે તેવી પણ ધમકી આપી હતી.