Home /News /jamnagar /Love Jihad: જામનગરની સગીરાને ભગાડી જનાર આસામનો વિધર્મી યુવાન વડોદરાથી ઝડપાયો

Love Jihad: જામનગરની સગીરાને ભગાડી જનાર આસામનો વિધર્મી યુવાન વડોદરાથી ઝડપાયો

પ્રતિકાત્મક તસવીર

આસામનો યુવક જામનગરની સગીરાને પોતાની સાથે આસામ લઇ જવાના ઉદ્દેશ્યથી જામનગર આવ્યો હતો. જે બાદ યુવાન સવારે પાંચ વાગ્યે ઘરેથી તેના ઘરેથી ભગાડી ગયો હતો.

    જામનગર: શહેરની 17 વર્ષની સગીરાને પરપ્રાંતિય વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને આસામ લઇ જવાના પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. લવ જેહાદના ચકચારી પ્રકરણમાં પોલીસે સતર્કતા રાખીને ગણતરીના કલાકોમાં જામનગરથી સગીરાને લઇને ભાગેલા આસામના મુસ્લિમ યુવાનને સગીરા સાથે વડોદરા રેલવે સ્ટેશનથી ઝડપી લેવામાં આવીને જામનગર લઇ જવામાં આવ્યા હતા.

    આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા આસામના 23 વર્ષીય જેહરૂલ અલી નામના યુવક સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી. આસામનો યુવક જામનગરની સગીરાને પોતાની સાથે આસામ લઇ જવાના ઉદ્દેશ્યથી જામનગર આવ્યો હતો. જે બાદ યુવાન સવારે પાંચ વાગ્યે ઘરેથી તેના ઘરેથી ભગાડી ગયો હતો.

    જે બાદ સગીરા ગુમ થતા તેના પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. બાદમાં જામનગર પોલીસે મોબાઇલ સર્વેલન્સના આધારે તપાસ કરી વડોદરા રેલવે પોલીસની મદદથી આરોપી યુવક અને સગીરાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રબોધસ્વામીના શિષ્યએ મહાદેવનું અપમાન કરીને માંગી માફી, જુઓ વીડિયો

    આ બાબતની જાણ તેના પિતાને થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામનો આ મુસ્લિમ યુવાન બરોડા રેલવે સ્ટેશન પર હતો તેવું સામે આવ્યુ હતુ. જેથી રેલવે પોલીસને જાણ કરતા યુવાન અને સગીરાને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા હતા.
    " isDesktop="true" id="1246909" >

    અકસ્માતમાં ત્રણ લોકોના મોત


    રાજ્યમાં વધુ એક અકસ્માતે ત્રણ લોકોનો ભોગ લીધો છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ બનાવ લીંબડી-અમદાવાદ હાઇવે પર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટેમ્પ ટ્રાવેલર એક ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Love Jihad, ગુજરાત, જામનગર, સગીરા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन