Kishor chudasama, jamnagar: 'કલાએ કોઈ કમાણીનું સાધન નથી પરંતુ સરસ્વતીની સાધના છે' તેવા ભાવ સાથે જામનગરના આર્ટિસ્ટ ઇન્દુલાલ બાબુલાલ સોલંકીપેઇન્ટિંગવ્યવસાય સાથે સંકળાયેલા છે. આત્યંરે સુધીમાં તેઓએ અઢળક અને અસંખ્ય લાઈવપેઇન્ટિંગબનાવ્યા છે. હાલ તેમની ત્રીજી પેઢીઆ વ્યવસાય સાથે સંકળાયેલ છે એટલે કે 100 વર્ષથી પણ વધુ જૂની કે.એસ. પેન્ટરના નામે તે વ્યવસાય કરી રહ્યા છે.
ત્રણ પેઢીથી પેઇન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા
જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ પેઢીથી પેઇન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ભવિષ્યમાં પેન્ટિગ કળા લુપ્ત ન થાય તે માટે છેલ્લા 16 વર્ષથી ચિત્રના કલાસ પણ ચલાવામાં આવે છે. એટલું જ નહીં પોતે સહજ ભાવે જણાવ્યું હતું કે 'મરીએ તે પહેલા કળા કોઈકને આપીને જવી છે' અને બસ આ જ ભાવથી તેઓ કલાસીસ પણ ચલાવે છે જેમાં અનેક દીકરા દીકરીઓ શીખવા માટે આવે છે.
16 વર્ષ આગાઉ તેઓએ માત્ર 200 રૂપિયા ચાર્જ સાથે કલાસીસનો પાયો નાખ્યો હતો. હાલ તેઓ 1000 થી 1500 રૂપિયાના ચાર્જ સાથે કલાપ્રેમીઓને શીખવાડી રહ્યા છે. એટલું જ નહીં ગરીબ વાલીઓના દીકરા દીકરીઓને એકદમ નજીવા દરે શીખવે છે. અહીંથી શીખેલી દીકરીઓ અમેરિકા સુધી પહોંચી હોવાનો ઇન્દુભાઈએ રાજીપો વ્યકત કર્યો હતો.
અનેક સેલિબ્રિટીઓના પેઇન્ટિંગ બનાવ્યા
તાજેતરમાં જ તેમણે જામનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીને તેમનું પેઇન્ટિંગ બનાવીને તેમણે ભેટ આપ્યું હતું. ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકીને રાજ્યના ગૃહ મંત્રી જામનગર આવવાના છે તેવી જાણ થતાં માત્ર બે કલાકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું ચિત્ર બનાવ્યું હતું. જે પેંટિંગને વખાણી હર્ષ સંઘવીએ ફરી આવો ત્યારે સ્માઈલ કરતું ચિત્ર બનાવી આપવા ટકોર કરી હતી.અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લતા મંગેશકર, હેમંત કુમાર અને જગજીત સિંહ સહિત અને સેલિબ્રિટીઓના પેઇન્ટિંગ બનાવી તેમને ભેટ કર્યા છે.
તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું પણ તેનું ચિત્ર બનાવી ભેટ કર્યું હતું અને અટલ બિહારીજીએ પણ આ દુકાનની મુલાકાત લીધી છે.જે યાદગીરી પણ તેમણે સાચવીને રાખી છે. ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિત્ર ભેટ આપ્યું છે. આ ઉપરાંત દેરાસરોમાં અદ્દભુત કામગીરી બદલ તેઓને ગોલ્ડ મેડલ પણ આપવામા આવ્યા હતા.