Home /News /jamnagar /Jobs News: આ જિલ્લામાં એન્જિનિયર સહિતના પદ માટે બહાર પડી ભરતી, પગાર 25 હજારથી વધુ!

Jobs News: આ જિલ્લામાં એન્જિનિયર સહિતના પદ માટે બહાર પડી ભરતી, પગાર 25 હજારથી વધુ!

જામનગરના બેડી વિસ્તારની ફેબ્રિકેશન કંપનીમાં વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે

જામનગરના બેડી વિસ્તારમાં ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલ કંપનીમાં મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિશિયન સહિતના પદો પર ભરતી કરાઈ રહી છે.

    Kishor chudasama, Jamnagar: જામમગર સાહેરમાં આવેલ બેડી વિસ્તારમાં ફેબ્રીકેશન કંપનીમાં નોકરી કરવા ઇચ્છુક અરજદારો પાસેથી અરજી મંગાવવામા આવી રહી છે. આ કંપનીમાં મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિશિયન સહિતના પદો ખાલી હોવાથી અરજદારોને અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    ફેબ્રિકેશન કંપનીમાં ભરતી

    જામનગરના બેડી વિસ્તારમાં ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલ કંપનીમાં Offcie correspondant (ઓફીસ પત્રવ્યવહાર)ની ભરતી કરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર અને 2થી 3 વર્ષનો અનુભવ તથા હિન્દી, ઈંગ્લીશના જાણકાર ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઉમેડવારોને 15થી 18 હજાર પગાર આપવામાં આવશે. આ ઉપરાંત મેકેનિકલ એન્જિનિયરના પર પર મેકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવતા અને 2 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારની ભરતી કરાશે. જેમાં 25 થી 30 હજારની સેલેરી આપવામાં આવશે.


    ઇલેક્ટ્રિશિયનની પણ ભરતી કરવામાં આવશે

    આ ઉપરાંત ઈલેક્ટ્રિકની ડિગ્રી ધરાવતા ઇલેક્ટ્રિશિયનની પણ ભરતી કરવામાં આવશે. 15 થી 20 હજાર પગાર માટેના આ પદ પર પણ 2થી 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ માટે ઇચ્છુક લોકોએ હાર્દિક બકરાનીયા (મો.8866709051) પર અરજી કરવા અનુરોધ કરાયો છે. ઉમેદવાર પોતાનું રિઝ્યુમ PDF ફોર્મેટમાં મોકલવા અનુરોધ કરાયો છે.
    First published:

    Tags: Jobs, Local 18, જામનગર