જામનગરની હેતાંશી માટે ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર મેળવવા ઝોલ્જેન્સમાં ઇન્જેક્શન માટે 16 કરોડનો ખર્ચ થાય તે માટે પરિવારજનો પણ સક્ષમ નથી
એક તરફ 7 મહિનાની હેતાંશીને જી.જી. સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ હેતાંશી ને SMA-1 બિમારી હોવાનો રિપોર્ટ આવતાં પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. કારણ કે, આ બીમારી માટે ખૂબ જ ખર્ચાળ સારવાર કરવી પડે તેમ છે.
કિંજલ કારસરીયા, જામનગર : જામનગર (Jamnagar)ના ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર-1 (spinal muscular atrophy type 1 treatment) નામની ગંભીર બીમારી (Serious illness) સામે ઝઝૂમી રહી છે. હાલમાં તેની સારવાર માટે ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં (GG Hospital) તબીબો ખડે પગે છે. અત્યંત ગંભીર પ્રકારની આ બીમારીમાં સામાન્ય પરિવારને આવી પડેલ આફતમાં 16 કરોડ રૂપિયાના ઝોલ્જેન્સમાં ઇન્જેક્શનની સારવાર માટે તાતી જરૂર છે. તેવું તબીબો જણાવી રહ્યા છે.
જામનગરમાં રહેતા સુમિત ભાઈ નારણભાઈ ભટ્ટી અને તેના પત્ની કિંજલબેન સુમિતભાઈ ભટ્ટીને લગ્નના 5વર્ષના સમયગાળા દરમ્યાન હેતાંશી નામની દીકરીનો 2 ઓકટોબર, 2021ના રોજ જન્મ થયો હતો. 7 મહિના પહેલા જન્મેલી હેતાંશીને અઢી મહિનાથી જ તબિયત ખૂબ નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જામનગરની 7 મહિનાની હેતાંશીને SMA-1 ની ગંભીર બીમારી,
સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ ભટ્ટીના પરિવારજનોમાં 4 સભ્યોમાં હેતાંશીનો જન્મ થતાં ખૂબ ખુશી હતી. પરંતુ એકા-એક હેતાંશીને છેલ્લા ચાર થી પાંચ મહિનાથી ખૂબ જ તબિયત નાદુરસ્ત રહેતા પરિવાર ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
એક તરફ 7 મહિનાની હેતાંશીને જી.જી. સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ હેતાંશી ને SMA-1 બિમારી હોવાનો રિપોર્ટ આવતાં પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. કારણ કે, આ બીમારી માટે ખૂબ જ ખર્ચાળ સારવાર કરવી પડે તેમ છે. અને એક ટંકનું ખાઈને ટંકનું રોડવતા આ પરિવારને નાની લાડકી દીકરી હેતાંશીને ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર માટે 16 કરોડ રૂપિયાના માતબર રકમના ઝોલ્જેન્સમાં ઇન્જેક્શનની તાતી જરૂરિયાત હોવાનું તબીબોએ મત વ્યક્ત કર્યો છે.
જામનગરની હેતાંશી માટે ગંભીર પ્રકારની આ બીમારીમાં સારવાર મેળવવા ઝોલ્જેન્સમાં ઇન્જેક્શન માટે 16 કરોડનો ખર્ચ થાય તે માટે પરિવારજનો પણ સક્ષમ નથી ત્યારે અગાઉ વિવાન અને ધૈર્યરાજની જેમ જ બાળકી હેતાંશીને પણ લોકો હેતભેર પોતાના આશીર્વાદ આપી સહયોગ આપે તેવી પરિવારજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસ અને ડો. સોનલ શાહ સારવાર કરી રહ્યા છે. ત્યારે તેઓના જણાવ્યા અનુસાર બાળકીની દિવસેને દિવસે નાદુરસ્ત તબિયતમાં તાત્કાલિક આ ગંભીર બીમારીમાં ખૂબ જ કિંમતી ઝોલ્જેન્સમાં ઇન્જેકશન આપવાથી ઘણી રાહત મળી શકે તેમ છે. તેવો મત વ્યક્ત કર્યો છે. જી.જી. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ ખાનગી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જામનગરની 7 મહિનાની હેતાંશીને નવજીવન આપવા માટે લોકો પણ આગળ આવે અને News 18 ગુજરાતી ની મુહિમમાં જોડાઈ "હેતાંશી ની વ્હારે આવો" અંતર્ગત ઇમ્પેકટગુરુના હેતાંશી માટે ચાલી રહેલા કેમ્પેનમાં યથાશક્તિ યોગદાન આપી નવજીવન આપવા અપીલ કરીએ છીએ.
વધુ જાણવા માટે કૃપા કરીને લિંક તપાસો: https://www.impactguru.com/fundraiser/help-hetanshi-sumitbhai-bhatti
ફંડ એકઠું કરનારના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરી શકો છો. વધુમાં INR ટ્રાન્સફરની પણ મંજૂરી છે.
ખાતાનું નામ: હેતાંશી સુમિતભાઈ ભટ્ટી
એકાઉન્ટ નંબર : 700701717365616
IFSC કોડ : YESB0CMSNOC
(B પછીનો અંક શૂન્ય છે અને N પછીનો અક્ષર નારંગી માટે O છે)
UPI ટ્રાન્ઝેક્શન માટે: supporthetanshi1@yesbankltd
યસ બેંક UPI દ્વારા દાન અને એકાઉન્ટ ટ્રાન્સફર ઇમ્પેક્ટગુરુ સાથે કરી શકાય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર