Home /News /jamnagar /અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં શીશ ઝુકાવ્યું
અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં શીશ ઝુકાવ્યું
બાલા હનુમાન સંકીર્તન મંદિરના ટ્રસ્ટી અને અગ્રણીઓ દ્વારા અનંત અંબાણીને ખાસ બાલા હનુમાન મંદિરની પ્રતીતિ કરાવતી છબી અર્પણ કરી અભિવાદન પણ કર્યું હતું.
મોડી રાત્રે દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે ખાસ અનંત અંબાણીએ મંદિર બંધ થાય તે પહેલા જ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ આહલક જ્યાં ચાલે છે ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા.
કિંજલ કારસરીયા, જામનગર: છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ ગુરુવારે રાત્રે પહોંચી દર્શન કર્યા હતા.
જામનગરમાં આવેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સના તથા અંબાણી પરિવારના અનંત અંબાણીએ ગુરુવારે રાત્રે બાલા હનુમાન મંદિરના ખાસ દર્શન કર્યા હતા.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અવારનવાર ધર્મસ્થાનોમાં દર્શન કરતા હોવાના સમાચાર અનેકવાર સામે આવતા રહે છે. જામનગરમાં છેલ્લા 60 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન ચાલી રહી છે.
અનંત અંબાણી
જ્યાં દેશ-વિદેશમાંથી અનેક ભાવિકો આસ્થા સાથે જોડાઈ દર્શન માટે આવતા હોય છે ત્યારે રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી પણ જામનગરના તળાવની પાળ ખાતે આવેલા પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે પહોંચ્યા હતા.
શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે અનંત અંબાણીના આગમનને લઈને ખાસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. મોડી રાત્રે દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે ખાસ અનંત અંબાણીએ મંદિર બંધ થાય તે પહેલા જ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ આહલક જ્યાં ચાલે છે ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા.
આ પ્રસંગે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરના ટ્રસ્ટી અને અગ્રણીઓ દ્વારા અનંત અંબાણીને ખાસ બાલા હનુમાન મંદિરની પ્રતીતિ કરાવતી છબી અર્પણ કરી અભિવાદન પણ કર્યું હતું.