Home /News /jamnagar /

લમ્પી વાયરસ મામલે મોટો ખુલાસો, પશુઓને પાણીના ઈંજેક્શન આપવાની Audio Clip Viral

લમ્પી વાયરસ મામલે મોટો ખુલાસો, પશુઓને પાણીના ઈંજેક્શન આપવાની Audio Clip Viral

કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ઓડિયો ક્લીપ જાહેર કરી છે.

કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ઓડિયો ક્લીપ જાહેર કરી છે. જેમાં વેટરનીટી ડૉક્ટરોના સંવાદની ઓડિયો ક્લીપ છે. આ ઓડિયો ક્લીપમાં પશુઓને પાણીના ઇંજેક્શન આપી દો તેવું વેટરનીટી ડોક્ટર જણાવી રહ્યો છે.

    ગુજરાત (Gujarat) માં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝ (Lumpy skin disease) ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર (Gujarat Govt) દ્વારા પશુઓને વાયરસ (Lumpy Virus) સામે રક્ષણ આપવા માટે વેક્સીન (Lumpy Virus Vaccine) આપવામાં આવી રહી છે. ત્યાં જ લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના 14 જિલ્લાઓને "નિયંત્રિત વિસ્તાર"તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આવામાં લમ્પી વાયરસ મામલે મોટો ખુલાસો થયો છે. લમ્પી વાયરસના રસીકરણને લઈને એક ઓડિયો ક્લીપમાં મોટો ખુલાસો થયો છે. જેને લઇ વિવાદ વધી શકે છે.

    ખરેખરમાં કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ઓડિયો ક્લીપ જાહેર કરી છે. જેમાં વેટરનીટી ડૉક્ટરોના સંવાદની ઓડિયો ક્લીપ છે. આ ઓડિયો ક્લીપમાં પશુઓને પાણીના ઇંજેક્શન આપી દો તેવું વેટરનીટી ડોક્ટર જણાવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતું.



    જામખંભાળિયાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે જાહેર કરેલી ઓડિયો ક્લીપમાં જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર ગોધાણી અને મદદનીશ ડોક્ટર સોલંકી વચ્ચે સંવાદ થઇ રહ્યો છે. જેમા ડોક્ટર ગોધાણી સાફ કહી રહ્યા છે કે, આપણી પાસે વેક્સીનનો સ્ટોક નથી માટે જેમ ચાલે છે તેમ ચાલવા દો અને લોકોને લાગવું જોઇએ કે વેક્સીન થઇ રહ્યું છે તેમ માત્ર ફોર્માલિટી કરવું. વેક્સીન ન હોવાથી માત્ર પાણીના ઈંજેક્શન પશુઓને આપવાની વાત ડોક્ટર ગોધાણી કરી રહ્યા છે.

    આ પણ વાંચો-વિપુલ ચૌધરીએ વિવાદનો મધપૂડો છંછેડયો, ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાંથી ગુણવત્તાયુક્ત દારૂ મળે

    ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

    જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર ગોધાણી અને મદદનીશ ડોક્ટર સોલંકી વચ્ચે થયેલો સંવાદ

    ડો.સોલંકી,મદદનીશ ડોક્ટર: હેલ્લો
    ડો.ગોધાણી, જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર: હા
    ડો.સોલંકી,મદદનીશ ડોક્ટર: ગોધાણીભાઈ
    ડો.ગોધાણી, જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર: બોલો
    ડો.સોલંકી,મદદનીશ ડોક્ટર: દવાખાનું બંધ છે ફોન કરોને જરા
    ડો.ગોધાણી, જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર: દવાખાનું ના ખુલે ભાઈ
    ડો.સોલંકી,મદદનીશ ડોક્ટર: તો હવે
    ડો.ગોધાણી, જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર: બંધ હોય તો ખુલે જ નહીંને, ગયા હોય કેમ્પમાં ગયા હોય, આખો ગામ કેમ્પમા ગયો હોય, કેમ્પમાં ગયો હોય એટલે પુરૂ કાઈ ના થાય વેકિસન
    ડો.સોલંકી,મદદનીશ ડોક્ટર: તો રહેવા દઈએ આજે
    ડો.ગોધાણી,જિલ્લા પંચાયતના પશુ ડોક્ટર: એમને એમ કરી નાંખવાનું, રહેવા દેવાનું ના હોય
    ડો.સોલંકી : અરે વેકિસન વગરનું?
    ડો.ગોધાણી : નોર્મલ જ કરવાનું હોય, ના હોય તો, ખાલી માણસને લાગવું જોઈએ કે વેકિસનેશન કરીએ છીએ, બંધ તો કરી ના હકાય આપણાથી
    ડો.ગોધાણી : નોર્મલ પાણી તો છેને આપણી જોડે, ખાલી નોર્મલ પાણી આપીને કરી દેવાનું
    ડો.ગોધાણી : સમજાણું?
    ડો.સોલંકી : હા
    ડો.ગોધાણી : આપણી પાસે નથી તો શું કરવાનું અત્યારે?
    ડો.સોલંકી : બંધ રાખી દેવાયને, ખોટું આનો શું મતલબ?
    ડો.ગોધાણી : તો પછી આપણે વેકિસન કયાં ગોતવા જઈએ, આપણી પાસે નથી તો
    ડો.ગોધાણી : પેલા કેમ્પમાં ગયા છે તો આપણા માટે કશું આવવાનું નથી
    ડો.સોલંકી : પણ અત્યારે સાડા ચાર થયા, અડધો કલાક માટે શું કરૂ
    ડો.ગોધાણી : બપોર પછીનું એમનું આ રીતનું જ હોય, કોઈ દિ એમનું ઠેકાણું નથી હોતું
    ડો.સોલંકી : 50 વેકિસન હતી, આપણને તો ખબર ન હતી કે 50 વેકિસન પુરી થઈ જાશે
    ડો.ગોધાણી : હું શું કહું છું બપોર પછી તેમનું ઠેકાણું ના હોય , કેમ્પમાં જતાં રહ્યાં હોય
    ડો.સોલંકી : તો એમજ આપુ ને..
    ડો.ગોધાણી : થોડા ઘણા કરી નંખાય, આપણે તો હું કરવાનું, ટાર્ગેટ જ પુરો કરવાનો છે.
    ડો.સોલંકી : હાલો ભલે વાંધો નહી
    ડો.ગોધાણી : ભૂલ આપડી જ છેને, આપણી પાસે વેકિસન નથી તો કયાં ગોતવા જવી
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Jamnagar News, Vikram madam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन