Home /News /jamnagar /Agniveer Army: આ શહેરમાં યોજાશે અગ્નિવીર આર્મી ભરતી મેળો, જાણી લો સંપૂર્ણ વિગત

Agniveer Army: આ શહેરમાં યોજાશે અગ્નિવીર આર્મી ભરતી મેળો, જાણી લો સંપૂર્ણ વિગત

સુરક્ષા વચ્ચે યોજાશે અગ્નિવીરની પરીક્ષા

જામનગર સેના ભરતી કાર્યાલય દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની ભારતીય સેનાની અગ્નિપથ સ્કિમ હેઠળ યોજવામા આવનાર અગ્નીવીર ભરતી રેલીની સીલેક્શન ટેસ્ટ માટેનુ ઓનલાઈન રજિસ્ટ્રશન ૧૫ માર્ચ ૨૦૨૩ સુધી ચાલુ રહેશે.

Kishor chudasama jamnagar: જામનગર સેના ભરતી કાર્યાલય દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની ભારતીય સેનાની અગ્નિપથ સ્કિમ હેઠળ યોજવામા આવનાર અગ્નીવીર ભરતી રેલીની સીલેક્શન ટેસ્ટ માટેનુ ઓનલાઈન રજિસ્ટ્રશન ૧૫ માર્ચ ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. આ ભરતી મેળામાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમી, દ્વારકા, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબદર, બોટાદ તથા દીવ જિલ્લાઓના દરેક તાલુકાના ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી પ્રક્રિયા બે ચરણમા યોજવામાં આવશે.

૧૭ એપ્રિલ ૨૦૨૩થી આયોજન

પ્રથમ ચરણ - ઓનલાઇન કોમ્પ્યુટર બેઝડ લેખિત પરિક્ષા (Online CEE)-૧૭ એપ્રિલ ૨૦૨૩થી આયોજીત થશે. ત્યારબાદ પ્રથમ ચરણમાં પસંદગી પામેલા ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે. ઉમેદવારોએ આ ભરતી માટે ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ www.joinindianarmy.nic.in મા ઓનલાઈન ટેસ્ટ માટે રૂપિયા ૨૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી લેવાનુ રહેશે. તેમજ ઓનલાઇન કોમ્પ્યુટર બેઝડ લેખિત પરિક્ષાની પ્રેક્ટીશ માટે કેટેગરીવાઇઝ લિંક વેબસાઈટ પરથી ઉમેદવારોએ તેમની પ્રેક્ટીસ કરી શકશે.૧ ઓક્ટોબર ૨૦૦૨ થી ૧ ઍપ્રિલ ૨૦૦૬ સુધી જન્મેલા (ઉ.વ. ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષની વયના) ઉમેદવારો આ ભરતીમ મેળામાં જોડાઈ શકશે.અગ્નિવીર (જનરલ ડ્યુટી) શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ ઓછામાં ઓછા ૪૫% માર્ક્ અને દરેક વિષયમાં ૩૩ ટકા થી ઓછા નહી તેમજ જે ઉમેદવાર પાસે વેલિડ લાઈટ મોટર વેહિકલ ડ્રાઇવીંગ લાયસન્સા હશે તેને ડ્રાઇવરની ભરતીમા પ્રાધાન્યતા આપવામાં આવશે અને ઉંચાઈ ૧૬૮ સે.મી ધરાવતા હોવા ફરજિયાત છે.

આ પણ વાંચો,..મુશ્કેલીના સમયમાં સારા સમાચાર! અમેરિકા ભારતીયોને નોકરી આપશે, H1 વિઝાનો લાભ મળશે, આર્મી-ઈન્ટેલીજન્સમાં થશે ભરતી

અગ્નિવીર (ટેકનિકલ) માટે શૈક્ષણિક લાયકાત

ઈચ્છુક ઉમેદવાર એચ.એસ.સી/૧૨ પાસ સાયન્સો સ્ટ્રીમ સાથે ફિઝિક્સ કેમિસ્ટ્રી ગણીત અને અંગ્રેજી માં ૫૦ ટકા માર્ક્સ સાથે અને દરેક વિષયોમાં ૪૦ ટકા માર્ક્સથી ઓછા ન હોવા જોઈએ. અથવા-૧૦/મેટ્રિક પાસ ઓછામાં ઓછા ૫૦ ટકા અને ૪૦ ટકા અંગ્રેજી ગણીત અને વિજ્ઞાન સાથે ૨ વર્ષના ટેકનિકલ ટ્રેનિંગ આઈ.ટી.આઈ ના અથવા બે/ત્રણ વર્ષના ડીપ્લોમાના મેકેનિક મોટર વેહિકલ,મેકેનિક ડીઝલ, ઇલેક્ટ્રોનીક મીકે. ટેક્નિશીયન પાવર ઇલેક્ટ્રોનીક સિસ્ટમ, ઇલેક્ટ્રીશ્યન, ફિટર, ઇંસ્ટ્રુમેન્ટ મિકે., ડ્રાફ્ટ્મેન (ઓલ ટાઇપ), સર્વેયર, જીઓ ઇંફોર્મેટીક આસિસ્ટંટ, ઇંફોર્મેશન એંડ કમ્યુનિકેશન ટેક. સિસ્ટમ મેંટેનન્સ, ઇંફોર્મેશન ટેકનોલોજી, મેકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રીક કમ્યુનિકેશન સિસ્ટમ, વેસલ નેવિગેટર, મીકેનિકલ એન્જીમનિયરીંગ, ઇલેક્ટ્રીકલ એંજીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ એંજિનિયરીંગ, ઓટો મોબાઈલ એંજિનિયરીંગ, કમ્પ્યુટર સાયંસ/કમ્પ્યુટર એંજિનિયરીંગ, ઇંસ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી)ની લાયકાત ધરાવતા અને ૧૬૭ સે.મી ઉંચાઈ હોવા જોઇએ

અગ્નિવીર (ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ)શૈક્ષણિક લાયકાત એચ.એસ.સી. કોઈ પણ સ્ટીમમાં કુલ ૬૦ ટકા માર્ક અને ૫૦ ટકા થી ઓછા નહી, ધોરણ ૧૨માં અંગ્રેજી, ગણિત, એકાઉન્ટન્સી, બુક કીપિંગમાં ૫૦ ટકા માર્ક અને ૧૬૨ સે.મીઉંચાઈ.તેમજઅગ્નિવીર (ટ્રેડમેન-૧૦પાસ)ધોરણ ૧૦ પાસ બધા વિષયો મિનિમમ ૩૩ ટકા માર્કસ સાથે ૧૬૮ સેમી ઉંચાઈ.અને અગ્નિવીર (ટ્રેડમેન-૮ પાસ)ધોરણ ૮ પાસ બધા વિષયો મિનિમમ ૩૩% માર્કસ સાથે ૧૬૮ સેમી ઉંચાઈ ધરાવતા હોવા જોઇએ. તમામ ઉમેદવારોએ શારિરીક માપદંડ અને તેમા છુટછાટ, વિવિધ કેટેગરી માટે બોનસ માર્ક્સ, જરૂરી ડોક્યુમેંટ,શારિરીક યોગ્યતા કસોટી ના માપદંડો તેમજ અન્ય ટર્મસ અને કન્ડીશન માટે ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ :www.joinindianarmy.nic.in ની વિઝીટ કરવી.

પ્રથમ ચરણ- ઓનલાઈન કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ માટે તેમજ દ્વિતિય ચરણ કે જે પ્રથમ ચરણમા પસંદગી પામેલ ઉમેદવારોએ વેબસાઈટ પર આપેલી ગાઈડલાઈનનુ પાલન કરવું. વધુ વિગત માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૫૦૩૪૬ તથા ૯૪૨૬૩૧૯૭૪૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
First published:

Tags: જામનગર