Kishor chudasama jamnagar: જામનગરના ખેલાડીઓ માત્ર ક્રિકેટ ક્ષેત્રે જ નહીં અન્ય રમતોમાં પણ કાઠું કાઢી રહ્યા છે, જેના ઉદાહરણ રૂપે હરિયાણામાં દ્રોણાચાર્ય સ્ટેડિયમ, કુરુક્ષેત્ર ખાતે ચોથી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં 18 રાજ્યોના કુલ સ્પર્ધક અંદાજે 2500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન જામનગરના પણ 59થી લઈ 71 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સિલ્વર, ગોલ્ડ અને બૉન્ઝ મેડલ મેળવ્યા છે.
ગોલ્ડ, સિલ્વર મેંડલ મેળવ્યા
આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં જામનગરના મહીપતસિંહ ઝાલા એ બરછી ફેંકમાં નેશનલ લેવલે પ્રથમ નંબર હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે હિતેશભાઈ શેઠિયાએ બરછી ફેંકમાં સિલ્વર મેડલ, પ્રેમીલાબેન ચૌહાણ એ દોડમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ, વર્ષાબેન ત્રિવેદીએ બરછી ફેંકમાં, હેમર થ્રોમાં અને ડિસ્કત્રોમાં ત્રીજા નંબર સાથે બોન્સ મેડલ મેળવ્યો હતો.
આ ઉપરાંત રીટાબેન દેફાણીએ પાંચ કિ.મી ચાલમાં સિલ્વર મેડલ અને મોનાબેન પંચોલી એ દોડમાં સિલ્વર મેડલ તથા એ.ડી. જાડેજાએ દોડમાં બૉન્ઝ મેડલ મેળવ્યા હતા.
સાથે સાથે દરેક ખેલાડીઓએ 400 મીટર દોડવાની રિલે રેસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું હતું.વધુમાં વર્ષાબેન ત્રિવેદી, પ્રેમીલાબેન ચૌહાણ, દિપાલીબેન પંડ્યા, મોનાબેન પંચોલી, એ.ડી. જાડેજા, મુકેશભાઈ ઢાકેચાની ટીમએ રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા નંબરનો બોન્ચ મેડલ મેળવ્યા હતા.