Kishor Chudasama, Jamnagar: જામનગર તાલુકાના બજરંગપુર ગામેં રહેતા પૂર્વ સરપંચએ આખરી શ્વાસ ખેંચતા તેમની મૃત્યુને મહોત્સવની માફક ઉજવવામાં આવ્યો હતો. ધૂન-ભજન અને અબીલ ગુલાલની છોડો સાથે વાજતે ગાજતે અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
બજરંગપુર ગામે રહેતા ગામનાં મોભી, રાજકીય આગેવાન, સમાજ સેવક એવા વેરતીયા ગામના પૂર્વ સરપંચ ત્રંબકલાલ મણીશંકર ઠાકરનું તાજેતરમાં અવસાન થયું હતું. તેઓએ જામનગર ડીસ્ટિકટ બેન્કના ડીરેક્ટર પદે પણ યશસ્વી ફરજ બજાવી હતી. બજરંગપુર ગામના આગેવાન તરીકે ઉજળી છાપ ધરાવતા ત્રંબકલાલ મણીશંકર ઠાકર(બાબુઅદા)એ 95 વર્ષે અંતિમશ્વાસ લીધા હતા.
પરિવારજનોએ મોભીની ઈચ્છા પૂર્ણ કરી
સમાજ સેવામાં મોખરે રહેતા બાબુઅદાની અંતિમ ઈચ્છા એવી હતી કે તેમના મોત બાદ વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાંઆવે. ત્યારે તેમની ઈચ્છા મુજબ ગ્રામજનો તથા પરિવારજનોએ ભજન ધૂન સાથે અંતિમ યાત્રા કાઢી હતી. પોતાના સેવાભાવીજીવનમાં નાનામાં નાના માણસોનાં અનેક કામો કરી નાના માણસની ખેવના કરનાર ત્રંબકલાલ જેવી રીતે જીવ્યા એવી પોતાનાગામ પ્રત્યેની લાગણીને છાજે એવી રીતે અંતિમ સફરમાં નીકળ્યા હતા. મૃત્યુ પણ જીવનના સફરનો એક ભાગ છે. તેવા ભાવસાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સગા સ્નેહીઓ અને ગ્રામજનોએ પણ ગર્વ અનુભવ્યો
ઉલ્લેખનીય છે કે જીવનની જેમ મૃત્યુ પણ જીવનનું સત્ય છે. છતાં પણ લોકો મોતના નામ માત્રથી થરથરતા હોય છે. ત્યારેત્રંબકલાલ મણીશંકર ઠાકરએ દુનિયાને અલવિદા કહેતા પરિવારજનોએ જીવનની સાથે મૃત્યુને પણ દિપાવ્યું હતું અને અનેરાઉત્સવના સાક્ષી બનેલા સગા સ્નેહીઓ અને ગ્રામજનોએ પણ ગર્વ અનુભવ્યો હતો.