Home /News /jamnagar /જામનગર: લાંબા 'કોરોના વેકેશન' બાદ યુનિફોર્મ પહેરી સ્કૂલે આવ્યા ભૂલકાઓ, શિક્ષકોએ કર્યું સ્વાગત
જામનગર: લાંબા 'કોરોના વેકેશન' બાદ યુનિફોર્મ પહેરી સ્કૂલે આવ્યા ભૂલકાઓ, શિક્ષકોએ કર્યું સ્વાગત
જામનગરમાં લાંબા 'કોરોના વેકેશન' બાદ યુનિફોર્મ પહેરી સ્કૂલે આવ્યા ભૂલકાઓ, શિક્ષકો
Jamnagar News: કોરોના મહામારીને કારણે બે વર્ષથી શૈક્ષણિક કર્યોને વધુ અસર પડી હતી પરંતુ હાલ પોઝિટિવ કેસ ઓછા થયા બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ
જામનગર: સમગ્ર દુનિયામાં ફેલાયેલી ઘાતક મહામારી કોવીડ-19ના કેસ હાલ દેશમાં ઓછા નોંધાઈ રહ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ જનજીવન ફરી થાળે પડવાનું શરુ થઈ ગયું છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી શૈક્ષણિક કર્યોને વધુ અસર પડી હતી પરંતુ હાલ પોઝિટિવ કેસ ઓછા થયા બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 5ના વર્ગો શરુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત બાદ જામનગરમાં પણ સ્કૂલોમાં નાના નાના ભૂલકાનો ખીલખીલાટ ગુંજી ઊંઠ્યો હતો.
રવિવારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ધોરણ 1થી 5ના વર્ગો શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સોમવારે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે કેટલીક શાળાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા લેખિત ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. ઓર્ડર આવ્યા બાદ જ સ્કૂલો શરુ કરવામાં આવશે.
વાત કરીએ જામનગરની તો શહેરમાં અનેક સ્કૂલોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. લાંબા વેકેશન બાદ યુનિફોર્મમાં સ્કૂલે આવેલા ભૂલકાઓનું શિક્ષકોએ સ્વાગત કર્યું હતું સાથે જ કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તો કેટલીક ખાનગી શાળાઓના સંચાલકોનું કહેવું છે કે બાળકોના વાલીઓ સાથે મિટિંગ કર્યા બાદ તથા નવા નિયમો તૈયાર કર્યા બાદ જ બાળકોને સ્કૂલે બોલાવવામાં આવશે.