Home /News /jamnagar /Jamnagar : રિવાબાની જીત બાદ મહિલા કાર્યકર્તાએ કર્યા ગરબા, જુઓ તસવીરો

Jamnagar : રિવાબાની જીત બાદ મહિલા કાર્યકર્તાએ કર્યા ગરબા, જુઓ તસવીરો

જશ્નનો માહોલ

આજે વિધાન સભાનું પરિણામ જાહેર થયું છે. બપોર સુધીમાં અનેક ઉમેદવાર જીતની નજીક પહોંચી ગે છે. જામનગરમાં રીવાબા જાડેજા હરીફ ઉમેદવારથી આગળ હોય ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે

    Kishor Chudasama, Jamnagar : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુંછે. જેમાં ભાજપના મોટા ભાગના ઉમેદવારો જંગી લીડથી આગળ વધી રહ્યા છે અને ઐતિહાસીક જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે જવલંત જીતના આશાવાદને લઈને ઠેર ઠેર ભાજપ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ હોવાથી જકાતનાકા સર્કલ સહિત અનેક સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી.

    જામનગરમાં બહેનો ગરબે રમી

    જામનગર 78 વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા, દિવ્યેશ અકબરી અને રાઘવજીભાઈ પટેલ તથા કાલાવડ બેઠક પર મેઘજીભાઈ ચાવડા સહિતના ઉમેવદર જંગી લીડથી આગળ છે.જેના પગલે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જામનગર શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં જકાતનાકા સર્કલ ખાતે પેંડા વહેંચી એક બીજાના મો મીઠા કરાવવામાં આવ્યા હતા. ઢોલ નગારાના સુરે અને અબીલ ગુલાલની છોડો સાથે બહેનોએ ગરબે રમી જીતનો જબરદસ્ત જશ્ન મનાવ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, જામનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन