Home /News /jamnagar /Jamnagar: જામનગર પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા 'આદિત્ય સ્વરોદય સંધ્યા'નું આયોજન

Jamnagar: જામનગર પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા 'આદિત્ય સ્વરોદય સંધ્યા'નું આયોજન

'આદિત્ય સ્વરોદય સંધ્યા'નું આયોજન

આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) ની ઉજવણીના ભાગરૂપે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' વિષયવસ્તુ અંતર્ગત 'આદિત્ય સ્વરોદય સંધ્યા' પ્રવૃત્તિનું વિશ્વ સંગીતનું આયોજન મંગળવારે 21 જૂનના સાંજે 7 કલાકે મહાનગરપાલિકાના ટાઉનહોલમાં યોજવામાં આવશે. 

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar: જામનગરમાં 19મી સદીમાં સ્થાપિત આદિત્યરામ ઘરાના (Adityaram Family) ની ગાયકી અને વાદન શૈલી (Playing style) હજુ પણ જીવંત છે. આ ઘરાનાની ખાસિયતથી લોકો જાણકારી મેળવી જીજ્ઞાશા કેળવે તો જામનગર (Jamnagar) ની આ વિસરાતી વિરાસતને વ્યાપકપણે વેગ મળી શકે. આદિત્ય કલા ભારતી દ્વારા સંચાલિત સંગીત સાધના કલાવૃંદ દ્વારા આદિત્ય ઘરાનાની પ્રસ્તુતિ કરવામાં આવશે.

    જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો) (Archaeological Museum Office) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) ની ઉજવણીના ભાગરૂપે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' વિષયવસ્તુ અંતર્ગત 'આદિત્ય સ્વરોદય સંધ્યા' પ્રવૃત્તિનું વિશ્વ સંગીતનું આયોજન મંગળવારે 21 જૂનના સાંજે 7 કલાકે મહાનગરપાલિકાના ટાઉનહોલમાં યોજવામાં આવશે.

    જામનગરમાં 19મી સદીમાં સ્થાપિત આદિત્યરામ ઘરાનાની ગાયકી અને વાદન શૈલી હજુ પણ જીવંત છે. આ ઘરાનાની ખાસિયતથી લોકો જાણકારી મેળવી જીજ્ઞાશા કેળવે તો જામનગરની આ વિસરાતી વિરાસતને વ્યાપકપણે વેગ મળી શકે. આદિત્ય કલા ભારતી દ્વારા સંચાલિત સંગીત સાધના કલાવૃંદ દ્વારા આદિત્ય ઘરાનાની પ્રસ્તુતિ કરવામાં આવશે.

    આ સંગીત સમારોહમાં જામનગરના જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી મુખ્ય અતિથિ વિશેષ તરીકે, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર એલ. ખરાડી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

    આ પણ વાંચો: જુઓ Video જામનગરમાં આ ભાઈ 108 તરીકે ઓળખાય છે, ફ્રીમાં આપે છે હોમ ડિલિવરીની સુવિધા

    વિશ્વ સંગીત દિવસના રોજ નગરની જનતા જનાર્દનને જામનગરની અમુલ્ય વારસાની અનુભૂતિ માટે જામનગરની પુરાતત્વીય સંગ્રહાલય કચેરી (લાખોટા કોઠો રણમલ તળાવ) ના ક્યુરેટર બુલબુલબેન હિંગળાજીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અદ્ભૂત કાર્યક્રમનો લ્હાવો જામનગરની જનતાએ જરૂર લેવો જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन