Kishor chudasama, Jamnagar: કહેવાય છે કે કલા કોઈની મોહતાજ નથી, અને દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કલા પડેલી જ હોય છે આવી જ એક કલાના ધની છે જામનગરના વાંસળીવાદક યુવાન. જે પીવીસી પાઇપમાંથી અદભુત વાંસળી બનાવે છે અને કર્ણપ્રિય વાંસળી વગાડે છે. ઝૂપડામાં રહી ગુજરાન ચલાવે છે.
PVC પાઇપમાંથી બનાવે છે વાંસળી
સુમધુર કલા મહેલના ઝરૂખેથી લઇ ગરીબના ઝૂંપડા સુધી જોવા મળે છે. ત્યારે જામનગરના સ્લમ વિસ્તારમાં રહેતા હરેશભાઈ મારવાડી આંગળાના ટેરવે જામનગરની ગલીઓમાં સંગીતના સૂર રેલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ વાંસળી બનાવાની પણ કળા સારી રીતે જાણતા હોવાથી વાસ અને PVC પાઇપમાંથી વાંસળી બનાવી વેંચાણ કરે છે.
12 પ્રકારની વાંસળી બનાવે છે
જામનગરની ગલીઓમાં જ્યારે હરેશભાઈ વાંસળી વાગળે ત્યારે લોકો બધા કામ પડતાં મૂકીને વાંસળીના સૂર સંભાળે છે. વાસ અને PVC પાઇપમાંથી વાંસળી બનાવી 60 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની વાંસળી બનાવે છે. નાના બાળકો માટે નાની વાંસળી બનાવી હરેશભાઈ જામનગરની શેરી ગાળિયોમાં વેચાણ કરી રહ્યા છે. હરેશભાઈએ જણાવ્યું હતું કે, નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ માટે અમે 12 પ્રકારની વાંસળી બનાવીએ છીએ. અને અમારા પરિવાનું ગુજરાન ચલાવીએ છીએ. સાથે કોઈ લગ્ન પ્રસંગમાં પણ બોલાવામાં આવે તો અને વાંસળી વગાડવા માટે જઈએ છીએ. ત્યારે લુપ્ત થતી કલાને બચવા માટે આ મારવાડી પરિવાર સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.