કાલાવડ તાલુકાના રણુજા ગામે આવેલ ગોપી ગો ગુરુકુળ સંસ્થા દ્વારા ગૌમકાસ્ટ એટલે કે ગાયના છાણામાંથી બનેલી ગોબાર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટવાની ઝુંબેસ શરૂ કરાઈ છે.
Kishor chudasama jamnagar: હિંદુ સમુદાયમાં ધાર્મિક મહાત્મ્ય ધરાવતા પર્વ હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વ દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ હોલિકાદહન કરવામાં આવે છે. જોકે, હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાના ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઈ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણની જાળવણીની સંદેશ આપી શકાઈ એ માટે કાલાવડ તાલુકાના રણુજા ગામે આવેલ ગોપી ગો ગુરુકુળ સંસ્થા દ્વારા ગૌમકાસ્ટ એટલે કે ગાયના છાણામાંથી બનેલી ગોબાર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટવાની ઝુંબેસ શરૂ કરાઈ છે.
જામનગર શહેરમાં હોલિકા દહનના અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે ત્યારે હોળી દીઠ 200 કિલ્લો લાકડા સળગાવવામાં આવે છે. જેની પર્યાવરણને ફાયદો થાય તે માટે ગોબર સ્ટીકની વૈદિક હોળી પ્રગટાવવામાં આવેતો જંગલોનું જતન થઈ શકે છે. જ્યારે લાકડાની હોળી પ્રગટાવવામાં આવે તો જંગલોમાંથી વૃક્ષો કાપાતા હોવાથી પર્યાવરણને નુકસાન થઈ શકે છે.
વડ,પીપળા કે પીપર જેવા વૃક્ષોમાં ઔષધિ તેમજ ઓક્સીજનનો ખજાનો હોય છે. તેમજ પક્ષીનું રહેણાંક અને ખોરાક હોય છે. વૃક્ષોનુ જતન થાય સાથે જ ગૌવંશનું જતન થાય પર્યાવરણની જાળવણી થઇ શકે તે માટે કાલાવડ તાલુકાના રણુજા ગામે વોડીસીંગની બાજુમાં આવેલી ગીર ગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગાય ના છાણામાંથી ગોબર સ્ટીક બનાવી ઓડર પ્રમાણે લોકો સુધી ગોબર સ્ટીક પહોંચાડવામાં આવે છે.
વૈદિક હોળીના ધાર્મિક, પર્યાવરણ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલું મહત્વ
૧. વૈદિક પરંપરા અનુસાર હોળીમાં ગાયના ગોબર સમીપ અને આયુર્વેદિક ઔષધીની આકૃતિ અપાતી હતી. ૨. વર્તન-શિશિર ઋતુનો સંધિકાળ દરમિયાન વાતાવરણમાં ઉત્પન વતા વાયરસ વૈદિક હોળીથી નાબુદ થાય છે. ૩. લાકડાંથી પગાવેલી હોળી સામે વૈદિક હોળીથી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. આરોગ્યપ્રદ વાતાવરણ બને છે. ૪. વૈદિક હોળીથી આવનારા સમયમાં વ્રુક્ષોનું જતન થશે પર્યાવરણની જાળવણીનો મહત્વનો સંદેશો આપી શકાશે ૫. વૈદિક હોળીમાં ગૌપાટના ઉપયોગથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધતા પર્યાવરણ શુદ્ધ થાય છે. ૬. વૈદિક હોળીમાં ગૌ માતા દ્વારા પ્રાપ્ત થતા પંચગવ્ય ના ઉપયોગથી ગૌ જતનમાં ખુબ મોટો સહયોગ મળી રહે છે.