Home /News /jamnagar /

Jamnagar: તમારું વાહન ખોવાયું હોય તો ઝડપથી પહોંચો પોલીસ સ્ટેશન, વાહનચોર ગેંગ પકડાઈ ગઈ છે

Jamnagar: તમારું વાહન ખોવાયું હોય તો ઝડપથી પહોંચો પોલીસ સ્ટેશન, વાહનચોર ગેંગ પકડાઈ ગઈ છે

ઝડપાયેલ વાહન ચોર ટોળકી

જામનગર જિલ્લામાં ચોર ટોળકી અને વાહન ચોર ટોળકી (Gang of vehicle thieves in Jamanagar) પર કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. આવી ટોળકીના સભ્યોને પકડીને સીધા જ જેલ (Jail) હવાલે કરવામાં આવી રહ્યા છે.

    Sanjay Vaghela, Jamnagar: છેલ્લા કેટલાક સમયથી જામનગર જિલ્લામાં ચોર ટોળકી અને વાહન ચોર ટોળકી (Gang of vehicle thieves in Jamanagar) પર કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. આવી ટોળકીના સભ્યોને પકડીને સીધા જ જેલ (Jail) હવાલે કરવામાં આવી રહ્યા છે. થોડા સમયથી જામનગરમાં વાહન ચોરીના કેસમાં ઉંછાળો આવ્યો હતો. આથી જામનગર LCB (Local crime branch Police) પોલીસની ટીમ દ્વારા એકશન પ્લાન બનાવીને ચોર ટોળકીને પકડી લીધી છે. જેમાં 6 જેટલાં ચોરેલા બાઈક પણ કબ્જે લેવાયા છે. તો હજુ પણ આ વાહન ચોર ટોળકીના કેટલાક સગરીતો ભાગી છૂટ્યા છે જેને પકડવા માટે પોલીસ ટીમ કામે લાગી છે અને તેઓ પણ ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ હશે.

    પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરના અતિ મહત્વના ગણતા ખંભાળિયા બાયપાસથી લઈને આસપાસના વિસ્તાર જેવા કે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર મોટી ખાવડી, કાનાલુસ અને શહેરના અન્ય વિસ્તારોમાં વાહન ચોરીની અનેક ફરિયાદ મળી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઇને જામનગર પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને ખાનગી રાહે તપાસ હાથ ધારી હતી. ત્યારબાદ LCB ની ટીમને સફળતા મળી અને વાહન ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. એટલું જ નહીં આ ગેંગ પાસેથી ચોરાયેલી 6 બાઈક પણ કબ્જે કરી છે. જે કે આ ગેંગના ત્રણ જેટલાં સગરીતો હજું પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે વિવધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

    પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસે મુરલીધર સોસાયટીમાં રહેતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ કંચવા, ઉપરાંત વિપુલ જયેશભાઈ મકવાણા, નવાઝ હારુનભાઈ આમરા તેમજ ગજરાજસિંહ કનકસિંહ રાઠોડ નામના શખશોને દબોચી લીધા છે. અને તેમની પાસેથી ચોરી કરેલા છ જેટલાં વાહનો પણ કબ્જે લીધા છે. પકડાયેલા આરોપીઓની પોલીસે આગવી ભાષામાં પુછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ ગેંગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં જ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સિવાય જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો બાલાજી ઉર્ફે બાલો રામજીભાઈ પરમાર, મારુતિ નગરમાં રહેતો અજીતસિંહ રણજીતસિંહ જાડેજા અને સોનલ નગરમાં રહેતો ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા પણ ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
    First published:

    Tags: ગુજરાત, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन