ગુજરાતમાં ગરબાની જેમ તિબેટ મુળના લોકો જે નૃત્ય કરે છે તેને ગોરસે નૃત્ય કરવામાં આ
તિબેટીયન મૂળના લોકો રંગબેરંગી વસ્ત્રો પહેરી ધાર્મિક કાર્યક્રમો ઉજવતા હોય છે. જેમાં જુદા-જુદા જૂથોમાં ડાન્સ પણ કરે છે. આ ડાન્સને ગોરશે નૃત્ય કહેવામાં આવે છે.
Kishor chudasama, Jamnagar: ગુજરાતના લોકનૃત્ય ગરબાએ વિશ્વભરમાં અનેરી ઓળખ ઊભી કરી છે. નવરાત્રિના પાવન પર્વ પર મા જગદંબાની આરાધના સાથે ગુજરાતીઓ ગરબે ઘૂમતા હોય છે. ગુજરાતીઓના હૈયે ગરબનાઓ હર્ષ અપરંપાર હોય છે ત્યારે ગુજરાતના મોટા શહેરોમાં શિયાળાની ઋતુ દરમિયાન ગરમ કપડાંનું વેચાણ કરવા આવતા તિબેટીય મુળના લોકોનું પણ આવું જ એક નૃત્ય વિશ્વ વિખ્યાત છે. આવો જાણીએ આ નૃત્ય શુ છે અને કઈ રીતે રમવામાં આવશે છે.
તિબેટીયન ભાષામાં લોસર એટલે 'નવું વર્ષ'
ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અનેક જુદી જુદી સંસ્કૃતિ અને ધર્મ પાળતા લોકો વશે છે. જેમાં મુળ તિબેટ દેશથી આવેલા અને હાલ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના શહેરોમાં સ્થાયી થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકોની સંસ્કૃતિ અલગ જ છે. તિબેટીયન ભાષામાં લોસર એટલે 'નવું વર્ષ'. જેમ આપડે દિવાળી તેમ લોસર તેઓનો સૌથી મોટો તહેવાર છે.
આ પ્રસંગે તિબેટીયન મૂળના લોકો રંગબેરંગી વસ્ત્રો પહેરી ધાર્મિક કાર્યક્રમો ઉજવતા હોય છે. જેમાં જુદા-જુદા જૂથોમાં ડાન્સ પણ કરે છે. આ ડાન્સને ગોરશે નૃત્ય કહેવામાં આવે છે.
રંગબેરંગી વસ્ત્રો પહેરી ગોળ રાઉન્ડમાં કરતું નૃત્ય એટલે ગોરશે
ગુજરાતમાં ગરબાની જેમ તિબેટ મુળના લોકો જે નૃત્ય કરે છે તેને ગોરસે નૃત્ય કરવામાં આવતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને પુરુષો રંગબેરંગી વસ્ત્રો પહેરી અને ગોળ રાઉન્ડમાં નૃત્ય કરતા હોય છે. ગોળ રાઉન્ડમાં આ નૃત્ય કરવામાં આવતું હોવાથી તેને તરીકે ઓળખવામાં આવે છે.