Home /News /jamnagar /

63 વર્ષના ઢગાએ પૌત્રી જેવી 3 યુવતીઓને Instagram માં ફસાવી, કર્યું એવું કામ કે પોલીસે દબોચી લીધો

63 વર્ષના ઢગાએ પૌત્રી જેવી 3 યુવતીઓને Instagram માં ફસાવી, કર્યું એવું કામ કે પોલીસે દબોચી લીધો

વૃદ્ધનો ફોન ચેક કરતા તેમાંથી ત્રણથી ચાર યુવતીઓના અશ્લીલ ફોટા અને વીડિયો સેવ કરેલા મળી આવ્યા હતા.

જામનગર જિલ્લાના જ જામજોધપુર પંથકમાં રહેતા 63 વર્ષના એક વૃદ્ધને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પૌત્રી જેવડી ઉંમરની કોલેજીયન યુવતીઓને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યુડ કોલિંગ કરાવી બ્લેકમેલિંગ કરવા સંબંધે ગુનો નોંધ્યો હતો.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર : સોશિયલ મીડિયાનો સદુપયોગ (Cyber Crime) પણ થાય છે અને દુરુપયોગ પણ થાય છે. ત્યારે જામનગરમાં સાઇબર ક્રાઇમ પોલીસે (Jamnagar Cyber Crime Police) એક એવા ઢગાને પકડ્યો છે કે, જે ઘડપણની ઉંમર પૌત્રી જેવી યુવતીઓને ઈન્સ્ટાગ્રામ મારફતે ચેટિંગથી ભોળવી અને પછી બ્લેકમેલ કરતો હતો.

    જામનગર સાઇબર ક્રાઇમ સેલની ટીમે જામનગર જિલ્લાના જ જામજોધપુર પંથકમાં રહેતા 63 વર્ષના એક વૃદ્ધને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પૌત્રી જેવડી ઉંમરની કોલેજીયન યુવતીઓને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યુડ કોલિંગ કરાવી બ્લેકમેલિંગ કરવા સંબંધે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ આરંભી હતી.

    આ દરમિયાન જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા રસિકલાલ નારણભાઈ વડાલીયા નામના 63 વર્ષના વૃદ્ધને પકડી પાડ્યો હતો. જેના મોબાઈલ ફોનમાં તપાસણી કરતાં તેમાંથી ત્રણથી ચાર યુવતીઓના અશ્લીલ ફોટા અને વીડિયો સેવ કરેલા મળી આવ્યા હતા. જેથી તેનો મોબાઈલ ફોન કબ્જે કરી લઈ સાઈબર ક્રાઇમ પોલીસમાં મથકે લઈ આવ્યા હતા અને તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન તેણે જામનગર જિલ્લાની જામજોધપુર અને કાલાવડ પંથકની ત્રણ યુવતીઓ સાથે ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર ન્યૂડ ફોટા અને ફ્રેન્ડ રિક્વેસ્ટના આધારે બ્લેકમેલિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

    આ પણ વાંચો- નડાબેટ સીમા સરહદે ‘હર ઘર તિરંગા અભિયાન’ની ગૌરવભેર ઉજવણી કરતા દેશના જવાનો

    હાલ તો આ સમગ્ર મામલે જામનગર સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી રસિકલાલ નારણભાઈ વડાલીયાની ધરપકડ કરી છે અને એક દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. જેની રિમાન્ડની મુદત પૂરી થતાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ ઢગો માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે. પરંતુ પોતાના મોબાઈલ ફોનમાં જુદા જુદા પ્લેટફોર્મ પર જુદી જુદી યુવતીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ કઈ રીતે મોકલવી ત્યારબાદ તેઓ પાસે ઓડિયો વીડિયો કોલિંગ કરાવી અંગત ફોટાઓ પણ મેળવી લેવાનું શીખી ગયો હતો, જેમાં પોતે વૃદ્ધ હોવાના કારણે અન્ય યુવાનના ન્યૂડ ફોટા મેળવી લીધા હતા, અને તે ફોટા મોકલીને પોતે યુવાન તરીકેની ઓળખ આપતો હતો.

    આ પણ વાંચો- દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી જવાની અલગ-અલગ ઘટનામાં છ લોકોના મોત

    આખરે મામલો સાયબર સેલ સુધી પહોંચ્યો હતો અને તેની ધરપકડ કરી લેવાઇ છે. આ પ્રકરણમાં જામનગર શહેર જિલ્લાની અન્ય કોઈ યુવતીઓ આવા શખ્સનો શિકાર બની હોય તો તેમણે તુરત જ જામનગર સાઇબર સેલની ટીમનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: CYBER CRIME, Jamnagar Crime, Jamnagar News, સાયબર cyber

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन