Home /News /jamnagar /

Jamnagar: જામનગરના રાજવી જામ રા ખેંગારજીએ આપેલો 190 કિલો ચાંદીનો તાજિયો આજે પણ છે હયાત

Jamnagar: જામનગરના રાજવી જામ રા ખેંગારજીએ આપેલો 190 કિલો ચાંદીનો તાજિયો આજે પણ છે હયાત

તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે

ઓગસ્ટમાં મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ-તાજીયાનો (Muhurram)તહેવાર આવે છે. તાજીયા (Tajiya)ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જામનગર (Jamnagar)ના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે

    Sanjay Vaghela, Jamnagar: ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો હિન્દુ અને મુસ્લિમ ધર્મના (Hindu Muslim festival) અનેક મોટા તહેવારો આ મહિનામાં આવે છે. એટલે જ તો ઓગસ્ટને ધાર્મિક મહિનો પણ કહેવામાં આવે છે. ઓગસ્ટમાં મુસ્લિમોનુંનવું વર્ષ એટલે કે મોહરમ-તાજીયાનો (Muhurram)તહેવાર આવે છે. તાજીયા (Tajiya)ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જામનગર (Jamnagar)ના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે.

    જામનગરમાં મોહરમની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા જોવા વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાનો એક જાણવા જેવો ઇતિહાસ પણ છે.

    આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે આપ્યો હતો. એવુ કહેવાય છે કે જામ રા ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી જે પુર્ણ થતા તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન 190 કિલો છે. મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

    આ ચાંદીના તાજિયા પાછળ અને વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોટખાપણ પણ દૂર થાય છે.

    મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા પટમાં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દેલ્હી સહીતમાંથી લોકો આવે છે. એવી પણ લોકમુખે ચર્ચા છે કે એક વખત જાણીતા અભિનેતા શાહરુખ ખાન પણ આ તાજિયાનું જુલુસ જોવા આવ્યા હતા.

    મેદસ્વીતાની બીમારી પર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના ડોક્ટરોએ કર્યું મહત્વનું સંશોધન, જુઓ Video

    ઉલ્લેખનીય છે કે જામનગર મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુશેન સાહેબની યાદમાં મહોર્રમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

    એક એક તાજિયા માટે અંદાજે દોઢથી બે લાખનો ખર્ચ થતો હોઈ છે અને યુવાનો દિવસ રાત છેલ્લા દોઢેક માસથી તાજિયા બનાવાની તૈયારી કરતા હોય છે. તાજીયામાં લાકડું અને થર્મોકોલનો ઉપયોગ થતો હોય છે. તાજિયાની ડિઝાઇન માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાને લાઇટિંગ કામ માટે LED બલ્બ અને સીરિઝથી સુશોભિત કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamanagar, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन