Home /News /jamnagar /Jamnagar: ઠેબા ગામે આ રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ, બાળકોને અપાઇ ખાસ સમજ!

Jamnagar: ઠેબા ગામે આ રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ, બાળકોને અપાઇ ખાસ સમજ!

જામનગર જિલ્લાના ઠેબા ગામની કે. જે. શાહ હાઈસ્કૂલમાં પણ આ પર્વ નિમિતે જબરદસ્ત આયોજ

જામનગર જિલ્લાના ઠેબા ગામની કે. જે. શાહ હાઈસ્કૂલમાં પણ પ્રજાસત્તાક પર્વ નિમિતે જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું

  Kishor chudasama, jamnagar: દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગર જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય પર્વ ઉજવાયું હતુ. ઠેર-ઠેર ઘ્વજવંદનના કાર્યક્રમો ઉજવાયા હતા. જેમાં જામનગર જિલ્લાના ઠેબા ગામની કે. જે. શાહ હાઈસ્કૂલમાં પણ આ પર્વ નિમિતે જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ડોબરીયા અને જામનગર ગ્રામ્યના મામલતદાર તન્વીબેનના હસ્તે ધ્વજ વંદન કરવામ આવ્યું હતું.

  અગ્રણીઓ રહ્યા હાજર

  સાથે સાથે વૃક્ષારોપણ અને પોલીસનો લોકદરબાર પણ યોજાયો હતો. આ ઉપરાંત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પછી એક ચડિયાતા કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટના નાથાભાઈ સંઘાણી, તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ, ભરતભાઈ બોરસદિયા, વિઠ્ઠલભાઈ માંડલિયા, સરપંચ ઇન્દુબેન સંઘાણી, કૈલેશભાઈ સંઘાણી,ટીડીઓ સરવૈયા, ટી.પી.ઈ.ઓ હસમુખભાઈ હડિયા, તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ પરમાર અને મનોજભાઈ આચાર્ય સાહિત્યના ઉપસ્થિત રહ્યા હતા.


  બાળકોને આપાઈ સમજ

  આ તકે આઝાદીની લડતમાં મહામૂલું યોગદાન આપનારા સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી 73 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આજે ભારતના બંધારણની 74મી જયંતિ છે. ત્યારે તેનું મહત્વ સમજાવમાં આવ્યું હતી.
  First published:

  Tags: Local 18, જામનગર

  विज्ञापन