ગુજરાત અને મુંબઈના 40 કલાકારોએ પોતાની રંગબેરંગી કૃતિઓ પ્રદર્શન માટે મુકી છે. સંજય જાની અને આરતી ગોસ્વામી દ્રારા કલાને પ્રોત્સાહન સાથે સેવાકીય પ્રવૃતિના હેતુથી એક્ઝીબીશન યોજવામાં આવ્યુ હતું.
Kishor chudasama, jamnagar: જામનગરની કલાપ્રેમી જનતામાં રહેલી કાળાને પ્લેટફોર્મ મળે તે માટે આર્ટ પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું છે. અનુભૂતિ ગ્રુપ દ્વારા સુમેર ક્લબના આંગણે ચિત્ર પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામણગરથી માંડી મુંબઈ સુધીના શહેરના કલાકારોએ ભાગ લીધો છે. કુલ 40 જેટલા આર્ટિસ્ટોએ પોતાની કલાના શહેરીજનોને દર્શન કરાવ્યા છે. આ દરમિયાન એકથી એક ચડિયાતા 100 જેટલા ચિત્રો પ્રદર્શન માટે મુકાયા હતા.
જામનગરની કલા પ્રેમી જનતા માટે પ્રદર્શન
સુમેર ક્લબ ખાતે આયોજિત ચિત્રના વેચાણની 25 ટકા રકમ જામનગરમા આવેલ આંદાબાવા ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળાના લાભાર્થે આપવામાં આવશે. અનુભૂતિ ગ્રુપ દ્વારા ચિત્ર પ્રદર્શનનો ખાસ હેતુ એ છે કે યુવાપેઢીને કળાની જાણકારી સાથે પ્રેરણા મળી રહે! જામનગરની કલા પ્રેમી જનતા માટે પ્રદર્શન જોવા માટે નિઃ શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પહેલા જ દિવસે ચિત્ર પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.
40 કલાકારોએ પોતાની રંગબેરંગી કૃતિઓ પ્રદર્શન કરી
ગુજરાત અને મુંબઈના 40 કલાકારોએ પોતાની રંગબેરંગી કૃતિઓ પ્રદર્શન માટે મુકી છે. સંજય જાની અને આરતી ગોસ્વામી દ્રારા કલાને પ્રોત્સાહન સાથે સેવાકીય પ્રવૃતિના હેતુથી એક્ઝીબીશન યોજવામાં આવ્યુ હતું. જેમા ખાસ પીપડાના પર્ણમાંથી બનાવેલ ચિત્રએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે આ કળા પ્રદર્શનને લોકોએ આવકારી વધાવી લીધુ હતું. જેથી પ્રથમ જ દિવસે પ્રદર્શનમાં સારી એવી આવક થવા પામી હતી.