Home /News /jamnagar /Jamnagar: જામનગરનો 19 વર્ષીય યુવક અમેરિકામાં બન્યો કોમર્શીયલ પાયલટ

Jamnagar: જામનગરનો 19 વર્ષીય યુવક અમેરિકામાં બન્યો કોમર્શીયલ પાયલટ

19 વર્ષીય યુવકે પોતાનું સપનું કર્યું સાકાર

જામનગરમાં રહેતા 19 વર્ષીય યુવકે પોતાનું સપનું સાકાર કરી લીધું છે અને મહેનત અને લગનથી પાયલટ (Commercial pilots Jamnagar)પણ બાની ગયો છે. આ યુવક હાલ અમેરિકા રહે છે અને ત્યાં પાયલટ બનવા માટેની તમામ પરીક્ષા પણ પાસ કરી લીધી છે

    Sanjay Vaghela, Jamnagar: બાળપણથી જ અનેક બાળકોનું સપનું હોઈ છે કે મોટા થઇને પાયલટ બનીને વિમાન ઉડાવવું છે. જો કે પાયલટ બનવા (Commercial pilots Jamnagar) માટે સખત મહેનત અને લગનની જરૂર પડે છે. જો કે જામનગરમાં રહેતા 19 વર્ષીય યુવકે પોતાનું સપનું સાકાર કરી લીધું છે અને મહેનત અને લગનથી પાયલટ પણ બાની ગયો છે. આ યુવક હાલ અમેરિકા રહે છે અને ત્યાં પાયલટ બનવા માટેની તમામ પરીક્ષા પણ પાસ કરી લીધી છે. અમે વાત કરી રહ્યા છીએ આનંદ ફલીયા (Anand Faliya)ની કે જેઓને કોમર્શીયલ પાયલટનું લાયસન્સ મળી ગયુ છે.

    પ્રાપ્ત વિગત મુજબ મૂળ જામનગરના અને હાલ અમેરિકામાં રહેતા 19 વર્ષીય આનંદ ભાનુશાળીએ પાયલટ બનવા માટેની તમામ પરીક્ષા પાસ કરી લીધી છે અને હાલમાં જ કોમર્શીયલ પાયલટ માટેનું લાયસન્સ પણ મળી ગયું છે. પુત્રની સફળતા પર જામનગરમાં રહેતા તેના દાદા સહીત પરિવારજનોમાં ખુશીની લાગણી છે, તો ભાનુશાલળી સમાજના આગેવાનો દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

    પ્રથમ પ્રયાસે જ પાસ કરી પરીક્ષા!

    આનંદ ફલિયાના દાદાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોમર્શિયલ પાઇલોટ બનવા માટેની નેવીગેશન મટીરીયોલોજી એન્ડ એર રેગ્યુલેશન્સની પરીક્ષા પાસ કરવી પડે છે. જે તેના પૌત્રએ પ્રથમ પ્રયસે જ પાસ કરી લીધી છે. ત્યારબાદ USમાં ન્યુયોર્કમાં પાયલટ બનવા માટેના લાયસન્સ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાયલટ બનવા માટે DGCA મેડિકલ ક્લાસ-2 અને ક્લાસ-1 પાસ કરવી ફરજીયાત હોય છે, જે 19 વર્ષીય આનંદએ સરળતાથી પાસ કરી લીધી છે. ત્યારબાદ પાયલટનું લાયસન્સ મેળવવાં માટે છેલ્લી પરીક્ષા આપવાની હોઈ છે જેમાં સોલો એટલે કે જેમાં માત્ર પાયલટ જ પ્લેન ટેકઓફથી લઈને લેન્ડિંગ સુધીનું તમામ કામ કરવાનું રહે છે.

    આ પણ વાંચો:  ભગવત ગીતાનું મહત્વ સમજો સરળતાથી, જામનગર ઇસ્કોન મંદિરે બનાવી ખાસ ફોટૉ ગેલેરી

    પાયલટ બનવા માટે એક પછી એક સ્ટેજની પરીક્ષા આપી તેમાં ઉતીર્ણ થવું પડે છે. તમને જણાવી દઈએ કે જામનગરના કુલ 10 યુવાનો પાયલટ બાની પ્લેન ઉડાવી રહ્યા છે. આ 10 પાયલટમાં એક યુવતી પણ છે. એટલે કે હાલારના યુવાનો પણ આજે દરેક ક્ષેત્રમાં કાઠું કાઢી દેશ, ગુજરાત અને જામનગરનું નામ રોશન કરી રહ્યા છે, આ દશ યુવાનોમાં જીલ ગોપીયાણી, આનંદ ફલિયા, પરીન પાલા, પ્રતિક ચોવટીયા, વિરાજ લાલ, ધ્યેય મહેતા, અભિજીત મહેતા, જય ધોળકીયા, હરીત મહેતા, મેઘરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે. સાથે જ અન્ય યુવક-યુવતીઓ માટે પ્રેરણાનું કામ કરી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, Pilot, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन