Home /News /jamnagar /Success: 10 વર્ષની ઉંમરમાં એક, બે, નહિ 50 મેડલ! સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ વગાડ્યો ડંકો!

Success: 10 વર્ષની ઉંમરમાં એક, બે, નહિ 50 મેડલ! સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ વગાડ્યો ડંકો!

X
જામનગરના

જામનગરના બાળકે વૈશ્વિક ફલક પર નામ રોશન કર્યું

જામનગરમાં રહેતા અર્ણવ સાદડિયા નામના બાળકે 3 વર્ષની નાની ઉંમરથી કરાટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. જે આજે 10 વર્ષની ઉંમરે  ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી કરાટેની રમત રમી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Kishor chudasama jamnagar,: સફળતા ત્યારે મળે જ્યારે તમારા બહાના કરતા તમારા સપન મોટા હોય છે અને સેવેલા સપનાને સાર્થક કરવાની ઝંખના અને કોઈપણ સ્થિતિમાં ખંત પૂર્વક મહેનત કરવાની તૈયારી હોય, ત્યારે 10 વર્ષના બાળકે દિવસ રાત મહેનત કરી કરાટેમાં 50 થી પણ વધુ મેડલો મેળવી આ વાતને સાબિત કરી છે. જામનગરમાં રહેતા અર્ણવ સાદડિયા નામના બાળકે 3 વર્ષની નાની ઉંમરથી કરાટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

આજે 10 વર્ષની ઉંમરે ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી કરાટેની રમત રમી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. હવે તે ઓલમ્પિકમાં રમવાનું સપનું જોઈ રહ્યો છે અને ત્યાં પહોંચવા પરસેવો પાડી રહ્યો છે.



દિવસમાં 4 કલાક જેટલો સમય પ્રેક્ટિસ કરે છે

જામનગરની DPS સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા અર્ણવ સાદડિયાને માત્ર 3.5 વર્ષની ઉંમર માં કરાટેની રમતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. હાલ તે જામનગરના લાઇન્સ કરાટે કલબમાં નિતેશ મકવાણા પાસે કરાટે ની પાસે કરાટેની પ્રેક્ટિસ શરૂ કરી હતી. દિવસ કરમિયાં 3/4 કલાક દરમિયાન પ્રેક્ટિસ કરે છે. સપનાને સાર્થક કરવાની એટલી તેમની તૈયારી છે કે તે આજે મોબાઇલના જમાનામાં પણ મોબાઈલ ટીવીથી તદ્દન દૂર છે.

અહીં ક્લિક કરી વાંચો,...બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો, દિગ્ગજ નેતાએ નીતિશ કુમારનો સાથ છોડી નવી પાર્ટી બનાવી

અભ્યાસમાં પણ તે અત્યંન્ત તેજસ્વી

જામનગરના અર્ણવ સાદડિયાએ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કરાટે રમત માં ભાગ લાઈને અત્યાર સુધી 50 થી પણ વધુ મેડલો મેળવ્યા છે. અને અર્ણવ સાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કરાટેની ઇન્ટરનેશનલ રમત સુધી ભાગ લીધો છે. અને હવે ઓલમ્પિક ગેમ્સમાં જવા ઈચ્છે છે. તેમની પાસે કરાટેમાં બલ્ક બેલ્ટ પણ છે. મહત્વનું છે કે અત્યારના બાળકો જ્યારે મોબાઈલ અને સોશિયલ મિડિયામાંથી ઊંચા નથી આવતા ત્યારે અર્ણવ સાદડિયા તદન તેનાથી વિપરીત છે. તે મોબાઈલ તો ઠીક પરંતુ ટીવીથી પણ દૂર રહેછે અને પોતાના ફ્રી સમયમાં કરાટેની પ્રેક્ટિસ કરે છે. એટલું જ નહીં અભ્યાસમાં પણ તે અત્યંન્ત તેજસ્વી છે.
First published:

Tags: Local 18, જામનગર