Home /News /jamnagar /Jamnagar: 10 ધો. પાસ આ મહિલા નામ પણ ન સાંભળ્યા હોય એવા ધાન્યની કરે છે ખેતી!

Jamnagar: 10 ધો. પાસ આ મહિલા નામ પણ ન સાંભળ્યા હોય એવા ધાન્યની કરે છે ખેતી!

X
લાલપુર

લાલપુર પંથકના મહિલા ખેડૂત પાયલબેન પટેલે અલગ અલગ પ્રકારના ધાન્યની ખેતીમાં સફળતા 

આરબલુસ ગામના પ્રયોગશીલ ખેડુત પાયલબેન પટેલ ખેતીમાં સાત થી આઠ પ્રકારના હલકા ધાન્યની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

    Kishor chudasama, Jamnagar: જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાનું આરબલુસ ગામના પ્રયોગશીલ ખેડુત પાયલબેન પટેલ ખેતીમાં સાતથી આઠ પ્રકારના હલકા ધાન્યની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.14 વર્ષથી ખેતી સાથે સંકળાયેલ પાયલબેન પટેલએ જણાવ્યું કે ખેતીમાં નવા નવા પ્રયોગો કરવાની અને પાકને નવી રીતે મુલ્યવૃદ્ધિ કરવાની માહિતી મને આત્મા પ્રોજેક્ટ જામનગર કૃષિ કેન્દ્ર દ્વારા મળી હતી. ત્યારબાદ માર્ગદર્શન થકી રાગી કે (નાગલી)નું વાવેતર કર્યું છે.

    વધુમાં ખેતીમાં પ્રયોગોની વાત કરતા તેમણે રાગી, પછી અમેરિકન બાજરી અને કિનોવા ઉપરાંત કાંગ અને કસાવાની ખેતી સહિતના જામનગરના લોકોએ નામ પણ ન સાંભડ્યા હોય તેવા કાંગ. ચેનો. વરી. કોદરી જેવા હલકા ધાન્ય ની પણ સારી એવી ખેતી કરે છે.


    સાત પ્રકારના ધાન્યની ખેતી

    કસાવા પાકની ખેતી કોઈ પણ સમયે કરી શકાય છે જેમાંથી સાબુદાણા અને ફરારી વસ્તુઓ બને છે.જેથી તેની મોટી માંગ રહેલી છે. કસાવાના એક છોડમાંથી 7 થી માંડી 4 કિલો કંદમૂળ મળી રહ્યા છે. આ ઉપરાંત ચણાની ખેતીમાં આંતરપાક તરીકે સૂર્યમુખીનૂ પણ વાવેતર કર્યું છે. ઉલ્લેખનીય છેકે પાયલબેન પટેલે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી છે.

    અન્ય ખેડૂતો માટે બન્યા માર્ગદર્શન

    રાગીને કેલ્શિયમ અને આર્યનનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. મહત્વનું છે કે રાખી એ ડાંગ જિલ્લાનો મહત્વનો પાક છે પરંતુ રાગી માટે સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ બજાર ન હોવાથી અન્ય સ્થળે વેંચાણ માટે મોકલવું પડે છે. હાલ આ મહિલા ખેડૂત છેલા 4 વર્ષથી રાગીનું વાવેતર કરે છે એટલું જ નહી આ પાકનું વાવેતર કરવા ઇચ્છુક ખેડૂતો સુધી બીજ પણ પહોંચાડી માર્ગદર્શન આપી રહ્યા છે. વધુમાં આ પાક બિન ખર્ચાળ હોવાથી ખેડૂતોએ આ દિશામાં વળવું જોઈએ.પાયલબેન ને ઘણા સનમાન પત્રક અને એવોર્ડ મળેલા છે વધુમાં પાયલબેનને જામનગર જિલ્લામાં નાગલી મેડમ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમણે રાગીના પ્રચાર પ્રસાર સાથે મુલ્યાવૃધ્ધીનું વેલ્યુ સમજાવે છે. વધુમાં તેઓ નાગલીના પાપડ અને નાગલીનો પાવડર બનાવી અને વેચાણ કરે છે.
    First published:

    Tags: Local 18, ખેડૂત, જામનગર

    विज्ञापन