Home /News /ipl /IND v SA T20 Series: દક્ષિણ આફ્રિકા સામેની ટીમ ઈન્ડિયામાં આ 3 યુવા બોલરોને તક મળવી જોઇએ? વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું કારણ
IND v SA T20 Series: દક્ષિણ આફ્રિકા સામેની ટીમ ઈન્ડિયામાં આ 3 યુવા બોલરોને તક મળવી જોઇએ? વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું કારણ
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, અવેશ ખાન અને ઉમરાન મલિક IPL 2022માં શાનદાર બોલિંગ કરી રહ્યા છે. (PIC/Instagram)
Virender Sehwag on Arshdeep Singh: દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ઘરેલુ ટી-20 શ્રેણીમાં ઉમરાન, અર્શદીપની સાથે અવેશ ખાનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ. સેહવાગે ભારતીય ટીમના પસંદગીકારોને સલાહ આપી છે કે તે દક્ષિણ આફ્રિકા (IND v SA T20 Series) સામે તેના મુખ્ય ઝડપી બોલરોને આરામ આપે. કારણ કે ટીમ ઈન્ડિયાનું આગળનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ઘણા યુવા ભારતીય બોલરોએ પોતાની શાનદાર બોલિંગથી પ્રભાવિત કર્યા છે. જેમાં ઝડપી બોલર ઉમરાન મલિક (Umran Malik) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh)નો સમાવેશ થાય છે. ઉમરાને પોતાની સ્પીડથી દરેકને દાંત નીચે આંગળીઓ દબાવવા મજબૂર કરી દીધા છે, તો બીજી તરફ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમનો પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ આ બોલરોનો ફેન બની ગયો છે.
દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ઘરેલુ ટી-20 શ્રેણીમાં ઉમરાન, અર્શદીપની સાથે અવેશ ખાનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ. સેહવાગે ભારતીય ટીમના પસંદગીકારોને સલાહ આપી છે કે તે દક્ષિણ આફ્રિકા (IND v SA T20 Series) સામે તેના મુખ્ય ઝડપી બોલરોને આરામ આપે. કારણ કે ટીમ ઈન્ડિયાનું આગળનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે.
સેહવાગે ક્રિકબઝ સાથેની વાતચીતમાં અર્શદીપ સિંહ વિશે કહ્યું, 'તમે ટી-20 વર્લ્ડ કપની વાત કરી રહ્યા છો. હું કહેવા માંગુ છું કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ઘરેલુ ટી-20 સિરીઝમાં તેને તક મળવી જોઈએ. તેનાથી તમને ખ્યાલ આવશે કે તે આંતરરાષ્ટ્રીય ટીમ સામે કેવી બોલિંગ કરે છે અને તેને થોડો અનુભવ પણ મળશે.
ભારતીય ટીમ IPL બાદ દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની ટી-20 શ્રેણીની યજમાની કરશે. સીરીઝની પ્રથમ ટી-20 મેચ 9 જૂને રમાશે. વીરુનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકા સામે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા બોલરોને આરામ આપવો જોઈએ. સેહવાગે કહ્યું, 'તમે તમારા મુખ્ય બોલરોને બ્રેક આપી શકો છો, કારણ કે ઈંગ્લેન્ડમાં ટેસ્ટની સાથે ટી-20 મેચ પણ છે.' સેહવાગ ઈચ્છે છે કે આ ત્રણ ઝડપી બોલરોને દક્ષિણ આફ્રિકા સામેની ભારતીય ટીમમાં તક મળે.
સેહવાગના કહેવા પ્રમાણે,'જેણે IPLમાં સારું પ્રદર્શન કર્યું છે, તેને હોમ સિરીઝમાં તક આપવામાં આવી શકે છે. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને અવેશ ખાનને ટીમમાં સામેલ કરી શકાય છે.આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઉમરાન મલિકે આ સિઝનમાં અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપી છે. બીજી તરફ અર્શદીપ સિંહ ડેથ ઓવરોમાં પોતાની બોલિંગ ઈકોનોમીથી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર